• મંગળવાર, 26 સપ્ટેમ્બર, 2023

એશિયા કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી ટક્કર  

ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફારની સંભાવના : બુમરાહ અને શમીનો સમાવેશ થવાની અટકળ

કોલંબો, તા. 9: એશિયા કપ 2023મા ભારત અને પાકિસ્તાનની ટીમ ફરી એક વખત આમને સામન હશે. બન્ને ટીમ વચ્ચે મહામુકાબલો આવતીકાલે 10 સપ્ટેમ્બરના રવિવારે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં થવાનો છે. ભારતીય સમય અનુસાર બપોરે ત્રણ વાગ્યાથી મેચ રમાશે. મુકાબલામાં બાર આઝમ પાસે પાકિસ્તાની ટીમની કમાન રહેશે જ્યારે રોહિત શર્મા ભારતીય ટીમની આગેવાની કરશે. પહેલા ગ્રુપ મુકાબલામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ હતી. જો કે મેચ વરસાદનાં કારણે ધોવાયો હતો. મુકાબલા પહેલા ભારતીય ટીમ માટે એક સારા સમાચાર પણ સામે આવ્યા છે.

જેમાં સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટીમ સાથે જોડાઈ ચૂક્યો છે. બુમરાહ પારિવારિક કારણોસર નેપાળ સામેની મેચમાં ભાગ લઈ શક્યો નહોતો. બુમરાહની ગેરહાજરીમાં મોહમ્મદ શમીને ટીમમાં જગ્યા મળી હતી. તેણે નેપાળ સામે સાત ઓવરમાં 29 રન આપીને એક વિકેટ લીધી હતી. જો કે બુમરાહ પરત આવી જતા શમીને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવામાં આવી શકે છે. 

બીજી તરફ વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ ઈજામાંથી બહાર આવીને ટીમ સાથે જોડાઈ ચૂક્યો