પ્રાગપર એન્કરવાલા આહિંસાધામમાં બેદિવસીય જીવદયા પર્યાવરણ સંમેલનનો આરંભ કરાવતા રાજસ્થાનના સંતની શીખ
પ્રાગપર (તા. મુંદરા), તા. 28 : કોરોનાનો રોગ આવ્યો તો રસી શોધાઈ, પણ વૃક્ષ નહીં રહે તો તોફાન, અતિવૃષ્ટિ, દુકાળ આવશે, જેનો કોઈ ઉપાય નથી, બચવું હોય તો દરેક પાંચ વૃક્ષ વાવવાનો સંકલ્પ લઈને જાવ. રૂપિયા ખૂબ કમાયા, હવે આ દોડ પાછળ આવનારી પેઢી અને પ્રકૃતિ વિનાશ ન થઈ જાય તે વિચારજો.....