• સોમવાર, 04 ડિસેમ્બર, 2023

ત્રણ ડિસેમ્બર, કૉંગ્રેસ છૂમંતર : મોદી

રાજસ્થાનની ચૂંટણીસભામાં `જાદુગર' સરકાર પર પ્રહાર

જયપુર, તા. 18 : રાજસ્થાન પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ભરતપુરમાં ચૂંટણીસભા સંબોધતાં જણાવ્યું હતું કે, ભાજપ સરકાર બનતાં જ રાજસ્થાનમાં પેટ્રોલ, ડીઝલના ભાવની સમીક્ષા કરાશે.

લોકહિતમાં જલ્દી નિર્ણયના કોલ સાથે મોદીએ કહ્યંy હતું કે, કોંગ્રેસ સરકાર રાજસ્થાનમાં લોકોનાં ગજવાંમાંથી પ્રતિ લિટર 12 રૂપિયા વધુ છીનવી રહી છે.

કોંગ્રેસના નેતાઓની તિજોરીઓ ભરાઈ રહી છે, જ્યારે ઉત્તરપ્રદેશ, હરિયાણા અને ગુજરાતમાં પેટ્રોલના ભાવ 97 રૂપિયા છે,  તેવું તેમણે ઉમેર્યું હતું.

મોદીએ ગેહલોત પર પ્રહાર કરતાં કહ્યંy હતું કે, કેટલાક લોકો અહીં પોતાને જાદૂગર કહે છે, રાજ્યની જનતા કહી રહી છે કે, ત્રણ ડિસેમ્બર, કોંગ્રેસ છૂમંતર.

પ્રધાન શાંતિલાલ ધારીવાલનાં મર્દોના પ્રદેશવાળાં નિવેદન પર પલટવાર કરતાં વડાપ્રધાને કહ્યંy કે, મહિલાઓનું અપમાન કરનાર પ્રધાનને ટિકિટ ઈનામમાં અપાઈ છે.

આવા પાપમાં કોંગ્રેસ હાઈ કમાન્ડ પણ સામેલ છે. કદાચ એ પ્રધાન પાસે પણ લાલ ડાયરી છે, તેવા પ્રહારો તેમણે કર્યા હતા.

કોંગ્રેસ સરકાર પેટ્રોલ, ડીઝલ પર વેરા ઘટાડવા તૈયાર નથી. ઈંધણમાંથી કમાણીનો કોંગ્રેસનો ખેલ ખતમ થઈ જશે.