• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

ઈરાનના અૉઈલ હબ ખર્ગ દ્વીપ ઉપર અમેરિકાનો હુમલો

અૉઈલ ટેન્કરને બનાવાયું નિશાન, ચાર મિસાઈલ દાગી : ઈરાનનાં સૌથી ગુપ્ત ઠેકાણાને ઉડાવી નાખવા ટ્રમ્પની ધમકી

નવી દિલ્હી, તા. 5 : અમેરિકા અને ઈરાન વચ્ચેનો તનાવ ફરી એકવાર ચરમ ઉપર પહોંચી રહ્યો છે. જેમાં હવે ઈરાનનાં ખર્ગ દ્વીપ ઉપર અમેરિકાએ મોટો હુમલો કરી નાખ્યો છે. ખર્ગ ટાપુ ઈરાનનાં ઓઈલનું મુખ્ય હબ-કેન્દ્ર છે. અહેવાલો અનુસાર ખર્ગ પાસે જ ઈરાનનાં ઓઈલ ટેન્કરને નિશાન બનાવીનુ હુમલો કરવામાં આવ્યો હતો. હજી સુધી ઈરાનનાં ફક્ત ઓઈલ ટેન્કરને નિશાન બનાવવામાં આવ્યું છે કે, ખર્ગ દ્વીપ ઉપર પણ ખાનાખરાબી સર્જવામાં આવી