વિશ્વમાં હવામાન, મોસમમાં પલટો આવ્યો છે અને વિશ્વની ભૌગોલિક સ્થિતિ - રાષ્ટ્રો વચ્ચેના સંબંધ પણ બદલાઈ રહ્યા છે. યુક્રેન-રશિયાની લડાઈ અને ઈરાન ઉપર અમેરિકાના આક્રમણ પછી વિશ્વમાં આર્થિક સ્થિતિ કપરી બની છે. સંબંધિત દેશોનાં અર્થતંત્રો માટે કટોકટી ઊભી થઈ છે અને હવે વધુ ગંભીર બનવાની શક્યતા છે. નોંધપાત્ર બાબત એ છે કે યુક્રેન જેવો નાનો દેશ રશિયા સામે ઝીંક ઝીલે છે અને રશિયાને ઘાયલ કરે છે! અમેરિકા છેલ્લા છ મહિનાથી ઈરાનમાં શાસન બદલવાના પ્રયાસ કરે છે પણ સફળ થયું નથી અને હવે ઈરાનના અર્થતંત્રને ગૂંગળાવવાની ધમકી આપી છે, ઈરાન સાથે વ્યાપાર સંબંધ રાખતા દેશોને પણ ધમકી આપી છે. ટ્રમ્પના ટેરિફ આક્રમણ પછી હવે વધુ પગલાં માટે તૈયાર રહેવું પડશે. અમેરિકા અને રશિયા - બંનેની પ્રતિષ્ઠા ખરડાઈ છે, નાક કપાયાં છે! ત્યારે ચીનનો હાથ ઉપર રહ્યો છે. ટ્રમ્પ સાહેબ ધમકી આપ્યા કરે છે પણ ચીનના પેટનું પાણી હાલતું નથી! ઈરાનને ભરપૂર શત્રસહાય - ડ્રૉન પૂરાં પાડે છે!
યુક્રેનને યુરોપના દેશોની શત્રસહાય મળે છે, રશિયા અન્ય દેશોના ભાડૂતી સૈનિકોને લડવા મોકલે છે! અમેરિકાના રાજદ્વારી સંબંધ પાડોશી દેશ કૅનેડા સાથે પણ બગડયા છે છતાં ટ્રમ્પ `બમણું રમવા' માગે છે, અર્થતંત્ર દબાણમાં છે તેથી વિઝા ફી વધારા અને નિયંત્રણમાં વધારો થઈ રહ્યો છે. ડૉલરનું વર્ચસ્વ ટકાવી રાખવાની ચિંતા છે. હવે ટ્રમ્પ અમેરિકાને ફરીથી `ગ્રેટ' કેવી રીતે બનાવશે તે જોવાનું છે.
યુક્રેને રશિયાની તેલ
રિફાઇનરીઓ ઉપર હુમલા કર્યા છે. ગંભીર નુકસાન થયું હોવાથી રશિયા હવે ભારતથી પેટ્રોલ
આયાત કરશે! જોકે, રશિયાએ ભારતને ક્રૂડતેલનો પુરવઠો જાળવી રાખવાની ખાતરી આપી છે.
અત્યારે અલગ - આર્થિક વ્યાપારી વિશ્વયુદ્ધના ભણકારા સંભળાય છે. ઈરાનના મિત્રદેશોનાં અર્થતંત્ર ઉપર દબાણ વધશે. મધ્યપૂર્વનું યુદ્ધ શરૂ થયું અને તેલની કટોકટી શરૂ થઈ ત્યારે ભારત સરકારે થોડા મહિના ખેંચી કાઢયા પછી ભાવવધારા કરવા પડયા. પેટ્રોલ, ડીઝલ અને ખાતરની તંગી થાય, ભાવવધારા થાય તો સરકાર માટે ગંભીર સ્થિતિ સરજાય. અત્યારે અર્થતંત્ર સલામત છે અને રશિયાએ ખાતરનો પુરવઠો વધારવાની પણ ખાતરી આપી છે. વિશ્વમાં આવી અનિશ્ચિત સ્થિતિ છે ત્યારે ભારત સરકારે દૂરંદેશીથી રશિયા, જાપાન, ચીન અને કૅનેડા સાથે વ્યાપાર સંબંધ વધારવાની શરૂઆત કરી છે. સંખ્યાબંધ દેશો સાથે મુક્ત વ્યાપારના કરાર - સમજૂતી કરી છે.
ચીન સાથે સંબંધ સુધરી રહ્યા છે - અને આપણા સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ચીનની મુલાકાત લીધી છે ત્યાંના પ્રમુખને મળવા ઉપરાંત સ્પેશિયલ પ્રતિનિધિ વાંગ સાથે સરહદી આઠ મુદ્દાની સમજૂતી કરી છે. બારમી સપ્ટેમ્બરે ભારતમાં `િબ્રક્સ' શિખર પરિષદ મળનાર છે તેમાં પ્રમુખ શી જિનપિંગ હાજરી આપશે એવી ધારણા-અપેક્ષા છે. શિખર પરિષદ ઉપરાંત તાજેતરમાં અરુણાચલ પ્રદેશની સરહદે ચીને લશ્કરી હિલચાલ કરીને મથકો સ્થાપ્યાં છે તેની તંગદિલી ચીની પ્રમુખની ભારત મુલાકાતથી હળવી થશે એમ મનાય છે. બંને પક્ષો હવે સરહદ ઉપર શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ રહે એમ ઇચ્છે છે. 2024ના અૉક્ટોબરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગની મુલાકાત પછી સરહદ ઉપર સામાન્ય - નોર્મલ સ્થિતિ રહી છે. આ પછી 2025માં મુલાકાત થઈ અને સ્થિતિ સુધરતી રહી છે. બંને દેશોના વિશેષ પ્રતિનિધિઓ વખતોવખત મળે અને સરહદી બાબતોની વાટાઘાટ કરે એવી વ્યવસ્થા સાથે વિદેશ ખાતાં તથા સેનાના અધિકારીઓ પણ જોડાયા છે તેથી છેલ્લાં બે વર્ષમાં સરહદ ઉપર શાંતિ રહી છે.
અમેરિકાએ ઈરાનની આર્થિક
નાકાબંધીની જાહેરાત કરી અને ઈરાનના ભાગીદાર દેશોને પણ ધમકી આપી છે પણ ચીન ઈરાનનું સૌથી
મોટું વ્યાપારી ભાગીદાર છે. ઈરાનનું 90 ટકા તેલ એકમાત્ર ચીન ખરીદે છે. વર્ષ 2025માં
ચીને સરેરાશ 13.8 કરોડ બેરલ (ડ્રમ) તેલની આયાત કરી છે. ચીનની રિફાઇનરીઓ ઈરાનથી તેલની
આયાત કરે છે અને તે મલેશિયાથી ખરીદ થયાનું બતાવે છે. આ તેલની ખરીદી વચેટિયા મારફત થાય
છે અને ડૉલરમાં ચુકવણી થતી નથી. ચીની ચલણમાં થાય છે તેથી અમેરિકાએ ચીનની રિફાઇનરી ઉપર
નિયંત્રણ મૂકવાની ધમકી આપી હતી. ચીને તો ઈરાન ઉપરનાં અમેરિકી નિયંત્રણોનો વિરોધ કરીને
સાફ કહ્યું છે કે અમારા હિતની રક્ષા પ્રથમ થશે!
હવે ભારતમાં બ્રિક્સ
શિખર પરિષદમાં હાજરી આપ્યા પછી 23મી સપ્ટેમ્બરે શી જિનપિંગ વૉશિંગ્ટનની મુલાકાતે જાય
એવી શક્યતા છે. અમેરિકા ચીન પાસેથી દુર્લભ ખનિજો મેળવવાના પ્રયાસમાં છે પણ આજની સ્થિતિ
એવી છે કે ચીન પણ મહાસત્તા છે અમેરિકા માટે પડકાર છે તેથી તેને એકલું પાડવા માગે છે
અને ચીન જાણે છે કે એશિયાઈ દેશોનો સહકાર તેના માટે અનિવાર્ય છે. ભારતની શક્તિ વધી રહી
છે, વિશ્વમાં વગ વિસ્તરી રહી છે, રશિયા સાથે પણ ગાઢ સંબંધ છે તેથી ભારત સાથેના સંબંધ
સુધારવા તૈયાર છે. રશિયા પણ ભારતની તેલ જરૂરિયાત પૂરી પાડવા તૈયાર છે.
ભારત-ચીન સંબંધ સુધારવા
માટે સરહદ ઉપર શાંતિ અને સુમેળ જરૂરી છે પણ બ્રિટિશ શાસન દરમિયાન ખેંચાયેલી સરહદ રેખાનો
અર્થ નથી. આ પછી વાસ્તવિક સરહદ - લાઇન અૉફ એક્ચુઅલ કન્ટ્રોલ કઅઈનો વિવાદ છે. 2015માં
વડા પ્રધાન મોદી ચીનની પ્રથમ મુલાકાતે ગયા ત્યારે એમણે કઅઈ વાસ્તવિક અંકુશ રેખા બાબત
સ્પષ્ટતા કરવા માટે પ્રક્રિયા શરૂ કરવાનું સૂચન કર્યું હતું પણ ચીનની વલણ એવી હતી કે
સ્પષ્ટતા કરવામાં વધુ ગૂંચવાડો થશે અને સરહદની સમજૂતી મુશ્કેલ બનશે!
આ પછી 2020ના એપ્રિલમાં
લદાખમાં જે તંગદિલી અને સંઘર્ષ થયો તે 1962ના ચીન આક્રમણ પછી પહેલી વખત ગંભીર ઘટના
હતી. 1996માં એક સમજૂતી થઈ હતી કે બંને દેશોએ એકબીજામાં વિશ્વાસ જાગે તેવા પ્રયાસ કરવા
જોઈએ. આ માટે સ્પેશિયલ - વિશેષ પ્રતિનિધિઓની મુલાકાત થવી જોઈએ. આવી મુલાકાતો થઈ છે.
તાજેતરમાં અજિત ડોભાલ અને ચીનના વિદેશપ્રધાનની બેઠક બીજિંગમાં યોજાઈ અને આઠ મુદ્દામાં
મુખ્ય મુદ્દો હતો - સરહદ ઉપરની સ્થિતિની સમીક્ષા ડિપ્લોમેટિક અને મિલિટરી લેવલ ઉપર
તાત્કાલિક - વિનાવિલંબે થવી જોઈએ. ઉપરાંત સરહદ નક્કી કરવા માટે નિષ્ણાતોનું ગ્રુપ આગોતરી
તૈયારી કરે. - અને તે માટે બંને પક્ષો ગ્રુપની શરતો - કાર્યવાહીની સમજૂતી કરે - અલબત્ત,
આ માટે કોઈ સમયમર્યાદાનો ઉલ્લેખ નથી!
2024ના અૉકટોબર અને અૉગસ્ટ
2025માં મોદી - શી જિનપિંગની મુલાકાતમાં સંબંધ સુધારવા ઉપર ભાર મુકાયો અને કૈલાસ -
માનસરોવર યાત્રા માર્ગ ફરીથી શરૂ થયો. ડાયરેક્ટ ફ્લાઇટ અને સરહદ ઉપર વ્યાપારની છૂટ
થઈ જે સાચી દિશામાં પ્રગતિ ગણાય છે. આમ છતાં સરહદ - અંગે સમજૂતી હજુ દૂર છે, આસાન નથી.
અરુણાચલ અને સિક્કીમના પ્રશ્નો છે તેનું નિરાકરણ થાય તો મોટી સિદ્ધિ ગણાય.
આ સમજૂતી છતાં સરહદની
આંકણી - લાઈન દોરી કેવી રીતે થશે તે નક્કી નથી. 2005માં સમજૂતી થઈ હતી અને `િવશેષ પ્રતિનિધિઓ'
મળે તેમ નક્કી થયું હતું તેમાં હવે કોઈ ફેરફાર થશે કે નહીં તે જોવાનું છે. બંને દેશો
વચ્ચે 1914માં બ્રિટિશર મેકમહોને સરહદ નક્કી કરી હતી તે પછી સરહદી વિવાદ ચાલ્યા કરે
છે. તિબેટ અને અરુણાચલ વચ્ચેની 890 કિમીની સરહદ સ્વીકારવા ચીન તૈયાર નથી. પણ હવે વિશ્વની
સ્થિતિ અને સંબંધ બદલાઈ રહ્યા છે, અમેરિકાનાં નિયંત્રણો માથાં ઉપર ગાજે છે ત્યારે ભારત
- ચીનના સહકારનું મહત્ત્વ છે. ચીન જાણે છે કે અમેરિકા તેને એકલું પાડવાના પ્રયાસ કરે
છે તેથી એશિયાના દેશોની એકતા જરૂરી છે. ભારત સાથેનો વ્યાપાર - બંને માટે લાભદાયક છે
- અને તે વધારવા માટે સરહદનું સમાધાન અનિવાર્ય છે : પ્રશ્ન એ છે કે ફરીથી હિન્દી-ચીની
ભાઈભાઈ? પણ ચીનનો ભરોસો થાય?
ભારત-ચીન સંબંધ સુધારવા
માટે સરહદ ઉપર શાંતિ અને સુમેળ જરૂરી છે પણ બ્રિટિશ શાસન દરમિયાન ખેંચાયેલી સરહદ રેખાનો
અર્થ નથી