બૉમ્બે હાઈ કોર્ટની સફાઈ કામદારોને રાહત
મુંબઈ, તા. 5 (પીટીઆઈ) : બૉમ્બે હાઈ કોર્ટે હાથે મળમૂત્ર સાફ કરવાની પ્રવૃત્તિની આકરી ટીકા કરતાં જણાવ્યું છે કે ભારત ચંદ્ર ઉપર પહોંચ્યું છે, પરંતુ જાતિ પ્રથાનું સામાજિક દૂષણ હજી ચાલુ છે. તેના કારણે લોકોને માનવી ગરિમાના નીચલા સ્તરે જઈને કામ કરવાની ફરજ પડે છે. મળમૂત્ર જેવી ગંદકી સાફ કરવા જેવાં જોખમી કામ કરતી વેળાએ મૃત્યુ પામનાર સફાઈકર્મીના પરિવારને વળતર આપવાની....