• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

નેપાળમાં ચમત્કાર! : 11 દિવસે કાટમાળમાંથી જીવિત નીકળી મહિલા

પૂરપ્રકોપ વચ્ચે જવાનોની કપરી કવાયત; એક ચીની નાગરિક પણ બચાવાયો

કાઠમંડુ, તા. 5 : નેપાળમાં પૂરપ્રકોપથી પારાવાર તબાહી વચ્ચે ચમત્કારથી ઓછી ન કહી શકાય તેવી ઘટના બની હતી. બેદ્રાવર્તી વિસ્તારમાં ધ્વસ્ત થઇ ચૂકેલાં એક ઘરના કાટમાળ નીચે દબાયેલી એક 60 વર્ષની મહિલા 11 દિવસ બાદ સુરક્ષિત જીવિત બહાર નીકળી હતી. નેપાળનાં સશત્ર પોલીસ દળના જવાનોએ ભારે દાદ માગી લે તેવી કપરી કવાયત કર્યા બાદ ચંદ્રિકા શ્રેષ્ઠ નામે મહિલાને જીવિત ઉગારી....