• રવિવાર, 23 ઑગસ્ટ, 2026

યુવાશક્તિ રાજકારણના કેન્દ્રમાં

અગાઉ કૉલેજો અને યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થી યુનિયનોની ચૂંટણી થતી હતી તે હવે ફરીથી શરૂ થઈ રહી છે. ડાબેરી વિદ્યાર્થીઓના યુનિયન છે તો કૉંગ્રેસી યુનિયન અને ભાજપનું એનએલયુઆઇ એબીવીપી પણ છે

તાજેતરમાં લદાખમાં ઝોજીલા ગુમરી માર્ગ ઉપર પ્રવાસીઓના એક ગ્રુપને, આગળ જવાની મનાઈ હોવાથી ભારતીય સેનાના જવાનો અને અફસરોએ અટકાવ્યું ત્યારે એક મહિલા - જાણે ઝાંસી કી રાણી હોય તેમ - સેનાના જવાનોને પડકારવા, ધમકાવવા લાગી અને મનફાવે તેમ એલ-ફેલ બોલવા લાગી. અન્ય યાત્રિકોનું ટોળું હતું પણ સૌ તમાશો જોતા રહ્યા. સેનાના અફસરોએ બે હાથ જોડીને વિનંતી કરી કે સુરક્ષાના કારણસર આગળનો માર્ગ બંધ છે - છતાં મહિલા તો નેતાગીરીના મિજાજમાં હતી. ‘કાશ્મીરીઓને તો અટકાવો છો - હવે બહારના - લોકો - અમને પણ મનાઈ છે? અમે ટૅક્સ ભરીએ છીએ તેથી તમારા પગાર ચૂકવાય છે, તમે શું સમજો છો? હું જેન-ઝી છું. હું તો સંસદ સુધી પહોંચીને ફરિયાદ કરીશ - વગેરે... વગેરે... ઘટના મોબાઇલ વીડિયો ઉપર વાયરલ થઈ. પછી અનુપમ ખેર અને રૂપાલી ગાંગુલીએ તો મહિલાની સખત ટીકા કરી. સેનાના ઉચ્ચ અધિકારીઓએ પણ કહ્યું કે અમે તો પગાર મળે તે પહેલાં ટૅક્સ ભરીએ છીએ અને તમે - નાગરિકો લદાખ - સરહદી વિસ્તારોમાં સહેલગાહે આવી શકો છો કારણ કે અમારા જવાનો - સૈનિકો રાત દિવસ જીવના જોખમે દેશની રક્ષા કરી રહ્યા છે!

આખરે મહિલાએ માફી માગી છે - ‘હમ સબ ઉનકી વજહ સે ઘર મેં ચૈન સે સોતે હૈં ઔર સુબહ કો જિંદા ઊઠતે હૈં - હમ જૈસે બદતમીઝ લોગ ભાન ભૂલ કર કુછ ભી બોલ દેતે હૈં - ઇસલિયે મૈં ભારતીય સેના ઔર હમારી જેન-ઝી કી માફી માગતી હૂં

એક સેમ્પલ, ઉદાહરણ છે. જંતર-મંતરમાં ભેગાં થયેલાં હજારો યુવક-યુવતીઓએ પણ અભદ્ર ભાષા અને વર્તનનું પ્રદર્શન કર્યું હતું. સંસદ ભવન ઉપર ધસારો ખાળવા માટે પોલીસે પગલાં લીધાં તે પછી શિક્ષણના નામે - બહાને રાજકારણ શરૂ થયું. સંસદનું વર્ષાસત્ર નિષ્ફળ ગયું. યુવાશક્તિ સફળ થઈ કે રાજકીય નેતાઓ સફળ થયા?

જંતર-મંતરમાં યુવાશક્તિ જાગૃત થઈ, દેશને તેનો પરિચય અને પરચો જોવા મળ્યો. અત્યારે તો સમાધાન થયું છે પણ રાજકીય નેતાઓ યુવાશક્તિનો મિજાજ અને શક્તિ પારખી ગયા છે. હવે શક્તિનો ઉપયોગ કરવાની શરૂઆત થઈ છે ત્યારે યુવાવર્ગે સાવધાન રહેવું પડશે. રાજકારણમાં - અને રાજકીય શતરંજમાં તેઓપ્યાદાંબની જાય નહીં તેની સાવધાની રાખવી પડશે. અત્યાર સુધી ભારતમાં થયેલાં તમામ આંદોલનોમાં વિદ્યાર્થીઓએ - હવે યુવાપેઢી - જેન-ઝી - મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ગાંધીજી, જયપ્રકાશજીથી અણ્ણા હઝારેની આગેવાની હતી. શિસ્ત હતી. જંતર-મંતરથી શરૂ થયેલા આંદોલનમાં સમાજવિરોધી તત્ત્વો અને પછી રાજકારણ ભળ્યું. અગાઉના આંદોલન રાજકીય ભ્રષ્ટાચાર સામે હતા. ગુજરાતના નવનિર્માણ આંદોલનમાં કોઈ રાજકીય નેતા હતા. બિહારમાં મુખ્ય પ્રધાન - કૉંગ્રેસી અબ્દુલ ગફુરના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનની આગેવાની જયપ્રકાશજીની હતી, પણરાજકારણ હતું. ત્યારે જે વિદ્યાર્થી નેતાઓ હતા - તે અત્યારે રાજકીય નેતાઓ છે - લાલુ યાદવ અને નીતિશ કુમાર.

જંતર-મંતરનું કોક્રોચ આંદોલન શિક્ષણમાં ભ્રષ્ટાચાર સામે હતું. રાજકીય ભ્રષ્ટાચારના સ્થાને સિસ્ટમમાં પેપર-લીકના ભ્રષ્ટાચારનો ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યા છે તે સામે આંદોલન શરૂ થયું.

વિદ્યાર્થીઓને, શિક્ષણને ભ્રષ્ટાચારથી મુક્ત કરવા માટે વડા પ્રધાને મહત્ત્વની જાહેરાતો કરી છે. વિનામૂલ્યે કોચિંગ વગેરેનો અમલ સુચારુ રૂપે થાય તે જરૂરી છે પણ દરમિયાન જંતર-મંતરમાં પોલીસ પગલાં લેવાયાં તે સામે જે ફરિયાદ અને વિરોધ થયો છે તેની ચર્ચા મહત્ત્વની છે. કારણ કે વિરોધી નેતાએગોળીબારઅને પોલીસ દમનની ફરિયાદ કરી છે. ફરિયાદની યોગ્ય તપાસ અને નિકાલ થાય તે જરૂરી છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે 20મી જુલાઈએ યુવાનોનાં ટોળાં પોલીસની વ્યવસ્થા તોડીને સંસદ ભવન તરફ ધસવા લાગ્યાં ત્યારે તેમને રોકવા જરૂરી હતા. આશરે ત્રીસ હજાર લોકોનાં ટોળાં સામે માત્ર પાંચ હજાર પોલીસકર્મી હતા. સંઘર્ષમાં 240 પોલીસ અને 200 લોકો ઘવાયા હતા. વિદ્યાર્થીઓની ફરિયાદ સુપ્રીમ કોર્ટે હાથ ધરી અને જેવિદ્યાર્થીઓસામે પ્રથમદર્શી અહેવાલ ફાઇલ થયા હોય તે પાછી ખેંચી લેવાની તૈયારી સુપ્રીમ કોર્ટે બતાવી છે. સંવિધાનની 142મી કલમ મુજબ સુપ્રીમ કોર્ટ આમ કરી શકે છે. અલબત્ત, એફઆઇઆરવિદ્યાર્થીઓસામે હોય તેની સંપૂર્ણ માહિતી - યાદી મળવી જોઈએ.

સોલિસિટર જનરલ તુષાર મેહતાએ સરકાર તેમ દિલ્હી પોલીસ વતી કહ્યું છે કે ઘટનામાં 2873 શખસો પણ નોંધાયા છે - તે સૌનો ઇતિહાસ ગુનાખોરીનો છે. જંતર-મંતરના દેખાવકારોમાં ઘૂસી ગયેલા આવા શખસો ઉપર - ‘હત્યા, બળાત્કાર તથા બાળકોના યૌનશોષણ કેસ નોંધાયેલા છે માહિતી ગંભીર છે - વિદ્યાર્થી આંદોલનમાં હિંસાખોરીની સાબિતી છે.

સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓ તથા દિલ્હી પોલીસની ફરિયાદોની તપાસ કરવા માટે સમિતિ નીમી છે તે તટસ્થ રીતે પારદર્શિતાથી તપાસ કરશે એમ કહી શકાય. લોકોને રજૂઆત કરવાની તક મળે અને પક્ષપાતની શંકા રહે નહીં તે જરૂરી છે અને નિશ્ચિત સમય-મુદતમાં અહેવાલ આવવો જોઈએઃ વિદ્યાર્થીઓ અને પોલીસકર્મીઓને પણ ન્યાય મળે તે જરૂરી છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ સુભાષ રેડ્ડીના નેતૃત્વમાં પાંચ સભ્યોની તપાસ સમિતિ નીમવામાં આવી છે.

કોક્રોચ પાર્ટી અને રાજકીય નેતાઓ ગમે તે રીતે અને ભોગે આંદોલન જીવંત રાખવા માગે છે! દીપકે શાળાઓમાં અને નેતાઓ રાજકારણમાં...

સુપ્રીમ કોર્ટે સમિતિ નીમી હોવા છતાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી દિલ્હી પોલીસે દેખાવકારો ઉપર પેલેટ ગનનો ઉપયોગ કર્યો હતો તેના પુરાવારૂપે એક યુવાનને લઈને સંસદ માર્ગના પોલીસમથકે ગયા અને એફઆઇઆર નોંધવાની માગણી કરી. એમની સાથે પ્રિયંકા વડરા પણ જોડાયાં. જ્યાં સુધી ફરિયાદ નોંધાશે નહીં ત્યાં સુધી અમે પોલીસમથકમાંથી બહાર નહીં જઈએ, એમ કહીને ધરણાં શરૂ કર્યાં. આખરે વધુ રાજકીય તમાશો થાય નહીં તે માટે ગૃહ ખાતાની સૂચનાથી ફરિયાદ નોંધવામાં આવી. રાહુલ ગાંધીએ અમિત શાહ અને ગૃહ સચિવ સામે ફરિયાદ નોંધાવીનેઅમારો વિજય થયોની જાહેરાત કરી...

સુપ્રીમ કોર્ટની તપાસ સમિતિ વિદ્યાર્થી દેખાવકારો અને પોલીસની પણ ફરિયાદ સાંભળશે એવી ખાતરી આપવામાં આવી છે છતાં તપાસ સમિતિને અવગણીને પોલીસમથકે ફરજિયાત ફરિયાદ નોંધાવવામાં આવી છે. તપાસ સમિતિ ઉપર વિશ્વાસ નથી? સુપ્રીમ કોર્ટ ધારે તો કહી શકે છે કે નેતાઓ ડાયરેક્ટ ઍક્શનમાં હોય તો અમારી શી જરૂર? પણ રાજકીય નેતાઓ અને ન્યાયમૂર્તિઓ વચ્ચે ફરક છે - જવાબદારી અને બેજવાબદારીનો!

બીજી બાજુ જેન-ઝીના નામે કોક્રોચ પાર્ટીના કેટલાક નેતાઓ રાજસ્થાનના એક ગામમાં તપાસ કરવા ગયા. ભેંસના તબેલામાં વિદ્યાર્થીઓ બેઠા હતા. કારણ કે એમની શાળાનું મકાન ભંગાર હતું. તૂટી પડવાની શક્યતા હતી તેથી કામચલાઉ વ્યવસ્થા થઈ હતી. પણ કોક્રોચ - અહીં ગંદકી ભ્રષ્ટાચાર સૂંઘીને આવ્યા ત્યારે ગામ લોકોએ મારીને ભગાડÎ. ગામને બદનામ કરવા નહીં દેવાય એવો ખુલાસો થયો.

હવે અભિજિત દીપકે કહે છે - લોકો સામે કાનૂની પગલાં નહીં લેવાય તો ફરીથી જંતર-મંતર થશે!

યુવાવર્ગને સંતોષ થાય તે માટે વડા પ્રધાને જાહેરાતો કરી છે અને સુપ્રીમ કોર્ટે પણ તપાસ સમિતિ નીમી છે પણ રાજકીય પક્ષો હવે વિદ્યાર્થીઓ - યુવાશક્તિને આકર્ષવા માટે પગલાં લઈ રહ્યાં છે તે જોતાં હવે ચૂંટણીના રાજકારણમાં યુવાનો કેન્દ્રમાં હશે. વડા પ્રધાને પ્રધાનો તથા કાર્યકરોને અનુરોધ કર્યો છે કે શાળાઓ તથા યુનિવર્સિટીઓની મુલાકાત લઈને એમની જરૂરિયાતો, સમસ્યાઓ જાણો, સતત સંપર્ક હોવો જોઈએ. વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પણછાત્રોં કી ગૂંજકાર્યક્રમ શરૂ કર્યો છે. કૉંગ્રેસ શાસિત રાજ્યોમાં મુખ્ય પ્રધાનોને શિક્ષણ અને પરીક્ષા સિસ્ટમની ક્ષતિઓ દૂર કરવા જણાવાયું છે.

અગાઉ કૉલેજો અને યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થી યુનિયનોની ચૂંટણી થતી હતી તે હવે ફરીથી શરૂ થઈ રહી છે. ડાબેરી વિદ્યાર્થીઓના યુનિયન છે તો કૉંગ્રેસી યુનિયન અને ભાજપનું એનએલયુઆઇ એબીવીપી પણ છે.

કૉંગ્રેસનો પ્લાન 800 શહેરોમાં વિદ્યાર્થીઓનો સતત સંપર્ક કરીને એમને જીતી લેવાનો છે. કૉંગ્રેસ કારોબારીની બેઠકમાં નિર્ણય લેવાયો છે ત્યારે ભાજપ અને આરએસએસ પણ સક્રિય છે. આવતા વર્ષે ઉત્તર પ્રદેશ, પંજાબ અને અન્ય રાજ્યોમાં ચૂંટણી છે તેમાં યુવાશક્તિનો મિજાજ અને વગનો અંદાજ મળી શકશે. ચૂંટણીના રાજકારણમાં હવે યુવાવર્ગ કેન્દ્રમાં હશે તે નિશ્ચિત છે. ભાજપના સંગઠનનો નવો - યુવા અવતાર શરૂ થયો છે. હવે કેન્દ્રીય પ્રધાનમંડળમાં પણ મહિલાઓ અને યુવાનો વધુ જોવા મળશે. હવે રાજકીય પક્ષોમાં સ્પર્ધા થઈ રહી છે કે વિદ્યાર્થીઓને આકર્ષીને સાથે લેવા માટે.

સિનિયર વાચકોને રાજકીય ઇતિહાસ યાદ હશે 1967ની ચૂંટણીમાં કૉંગ્રેસનાં વળતાં પાણી થયાં. મોટી સંખ્યામાં બેઠકો ગુમાવી ત્યારે મતદારોની નવી - યુવાપેઢીને આકર્ષવા માટે ઇન્દિરા ગાંધીએ જૂના નેતાઓને પડકાર્યા અને નવી કૉંગ્રેસના નામે યુવાવર્ગનું સમર્થન મેળવ્યું હતું. રાજકીય શતરંજમાં રીતે તેઓ સફળ થયાં. હવે યુવાપેઢી સજાગ-સભાન છે, સશક્ત છે તેથી માત્ર દાન - લહાણીથી વિશેષ મહત્ત્વ શિક્ષણ, રોજગારી અને ઉજ્જવળ ભવિષ્યને આપે છે તે જોતાં ભારતનું ભવિષ્ય જે યુવાવર્ગના હાથમાં છે તેની સમજશક્તિની કસોટી હશે.