નવી દિલ્હી, તા. 25 : રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રને સંબોધન કર્યું. તેમણે દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભકામના પાઠવી અને કહ્યું કે, ’ આજે ભારત વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે. બંધારણ ભારતીયોના રૂપમાં આપણી સામૂહિક ઓળખનો આધાર પ્રદાન કરે છે અને બંધારણ આપણને એક પરિવારની જેમ જોડે છે…..