• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

ઇલેક્ટોરલ બૉન્ડ પર આવકવેરાની રાહત ચાલુ રહેશે

નવી દિલ્હી, તા. 17 : જે વ્યક્તિઓ, કંપનીઓ તેમ અન્યોએ રાજકીય પક્ષોને નાણાકીય વર્ષ 2024માં ઇલેક્ટોરલ બૉન્ડ દ્વારા ડોનેશન્સ આપ્યા છે એમને 100 ટકા કરવેરાની કપાતનો લાભ મળી શકશે. 31 જુલાઈ અગાઉ આવકવેરાનું રિટર્ન ફાઇલ કરતી વખતે ડોનેશન પર 100 ટકા કરવેરાની છૂટ માટે ક્લેઇમ કરી શકાશે. સ્પષ્ટતા એટલા માટે જરૂરી છે કે સુપ્રીમ કોર્ટે બૉન્ડ્સને ગેરબંધારણીય જાહેર કર્યા છે એને કારણે અનેક કરદાતાઓ બાબતે અસમંજસમાં છે. ઍસોસિયેશન અૉફ ડેમોક્રેટિક રિફોર્મસના રિપોર્ટ મુજબ માર્ચ 2018થી જાન્યુઆરી 2024 સુધીમાં રૂા. 16,518 કરોડના મૂલ્યના 28,030 ઇલેક્ટોરલ બૉન્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. કાનૂની એક્સપોર્ટસે જણાવ્યું હતું કે બૉન્ડ માટે કરવેરાની રાહત બાબતે જ્યાં સુધી આવકવેરાના કાનૂનમાં એમેન્ડમેન્ટ કરવામાં નહીં આવે ત્યાં સુધી કરદાતાઓ 100 ટકા કપાત માટે ક્લેઇમ કરી શકશે.

શુક્રવારે સુપ્રીમ કોર્ટે સ્કીમ પર રોક લગાવી હતી. સુપ્રીમ કોર્ટે એસબીઆઈને નિર્દેશ આપ્યો છે કે 12 એપ્રિલ 2019થી અત્યાર સુધીમાં ઇલેક્ટોરલ બૉન્ડની કરવામાં આવેલી ખરીદીની વિગતો 6 માર્ચ સુધીમાં ચૂંટણી પંચને આપવી.

રાજકીય પ્રવાહો
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.