• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

થાણેમાં લાગેલાં બેનરથી આદિત્ય ઠાકરે થયા અસ્વસ્થ  

મુંબઈ, તા. 24 : ઇલાકા ભી હમારા ધમાકા ભી હમારા બેનરની સામે થાણેમાં એક બેનર પ્રત્યુત્તર તરીકે મુકાયું છે, જેમાં થાણેમાં આવીને ભાષણ કરવાની આદિત્ય ઠાકરેને મનાઇ ફરમાવવામાં આવી છે નહીં તો તેમની વરલી બેઠક જશે એવી ચેતવણી આપી દેવામાં આવી છે. શિવસેનામાં બળવો થયા બાદ બંને જૂથમાં વિવાદ ચરમસીમાએ છે. આદિત્ય ઠાકરેએ થાણેમાં આવીને ભાષણ આપ્યા બાદ યુવા સેનાએ તેનો જોરદાર પ્રત્યુત્તર આપતું મોટું બેનર થાણેમાં મૂક્યું છે અને બેનરથી આદિત્ય ઠાકરે અસ્વસ્થ થઇ ગયા છે. 18મી ફેબ્રુઆરીએ ઇલાકા ભી હમારા ધમાકા ભી હમારા એવું નિવેદન આદિત્યએ થાણે શહેરમાં જઇને આપ્યા બાદ થાણે શિંદે યુવા સેનાએ પ્રત્યુત્તર આપતા જણાવ્યું હતું કે, થાણેમાં આવીને ભાષણ આપો, નહીં તો વરલીની બેઠક ઉપર તાબો અમારો હશે. થાણેના કેડબરી જંક્શન-સ્થિત રેમન્ડ મેદાનમાં યુવા સેનાનો રાજ્યસ્તરીય મેળાવડો આજે સાંજે ચાર વાગ્યે પાર પડયો હતો, જેમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ હાજરી આપી હતી. 

મેળાવડાનાં બેનર વચ્ચે એક બેનરે ખાસી ચકચાર જગાવી હતી.  

કમળના ચિહ્ન હેઠળ લોકસભાની ચૂંટણી લડવાનું જણાવ્યા બાદ શિંદે જૂથમાં નારાજગી આગામી લોકસભાની ચૂંટણી માટે મહાયુતિ અને મહાવિકાસ આઘાડીમાં બેઠકો બાબતે ખેંચતાણ ચાલી રહી છે. શિંદે જૂથે પણ લોકસભાની 18 બેઠકો ઉપર પોતાનો ઉમેદવાર મૂકવાની ઇચ્છા જાહેર કરી છે. મહારાષ્ટ્ર રાજ્ય સરકારમાંના ત્રણ પક્ષોમાં બેઠક વહેંચણી મુદ્દે અનેક દાવપેંચમાં અટવાયા છે. એવામાં ભાજપ અધ્યક્ષ જગતપ્રકાશ (જે.પી) નડ્ડાએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને નવું ચિહ્ન મળી ગયા છતાં કમળના ચિહ્ન ઉપરથી પોતાનો ઉમેદવાર ચૂંટણી મેદાને ઉતારવાની તાકીદ કરી છે. નડ્ડા અને શિંદેની એક કલાકની ચર્ચા થઇ ત્યારે રાજ્યની હાલની સ્થિતિ અને લોકસભા ચૂંટણીમાં બેઠક વહેંચણીનો મહત્ત્વનો મુદ્દો હતો. નડ્ડાએ શિંદેને જણાવ્યું હતું કે, જે મતદારસંઘમાં ઉમેદવારની જીતની શક્યતા ઓછી હોય ત્યાં મહાયુતિનો ઉમેદવાર કમળ ચિહ્ન ઉપરથી ચૂંટણી મેદાને ઊતરશે. તેથી ઉમેદવારની જીતવાની શક્યતા વધી જશે અને મહાયુતિને વધુ બેઠકો હાંસલ થશે. પ્રસ્તાવ બાદ શિંદે જૂથમાં નારાજગીનું વાતાવરણ છે અને હજી શિંદેએ અંગે કોઇ નિર્ણય જાહેર કર્યો નથી. 

રાજકીય પ્રવાહો
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.