• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

ખેલ મહાકુંભમાં ત્રણ દિવસ બૉડી બિલ્ડિંગ અને કુસ્તીની સ્પર્ધા   

મુંબઈ, તા. 10 :  મુંબઈમાં ચાલી રહેલા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ પરંપરાગત રમત મહાકુંભમાં હવે આગામી દિવસોમાં યોજાનારી બૉડી બિલ્ડિંગ અને કુસ્તીની સ્પર્ધાઓ માટે ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. શિવ યુગની રમતોના વારસા અને આપણી સંસ્કૃતિને જાળવી રાખવા માટે રાજ્યના કૅબિનેટ પ્રધાન અને મુંબઈ ઉપનગર જિલ્લાના પાલકપ્રધાન મંગલપ્રભાત લોઢાએ રમત મહાકુંભનું આયોજન કર્યું છે. 26મી જાન્યુઆરીથી 19મી ફેબ્રુઆરી દરમિયાન, મુંબઈ શહેર અને ઉપનગરોમાં વિવિધ સ્થળોએ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં 11મી ફેબ્રુઆરીથી 13મી ફેબ્રુઆરી દરમિયાન બે મહત્ત્વની સ્પર્ધાઓ યોજાશે. સમયગાળા દરમિયાન મુંબઈકરોને 11મી ફેબ્રુઆરીએ બૉડી બિલ્ડિંગ સ્પર્ધા અને 11મીથી 13મી ફેબ્રુઆરી સુધી કુસ્તીની પરંપરાગત રમતનો અનુભવ થશે. 

અન્નાભાઉ સાઠે અૉડિટોરિયમ ભાયખલા ખાતે બપોરે ત્રણ વાગ્યે બૉડી બિલ્ડિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં 200થી વધુ સ્પર્ધકો ભાગ લેશે. તેમ અંધેરી ઈસ્ટના છત્રપતિ સંભાજી મહારાજ નગર પ્લેગ્રાઉન્ડમાં સવારે 10 વાગ્યાથી કુસ્તીની પરંપરાગત રમત શરૂ થશે. પ્રધાન લોઢાએ શહેરીજનોને રમતગમત સ્પર્ધાઓમાં વધુમાં વધુ સંખ્યામાં હાજર રહીને લાભ લેવા અપીલ કરી હતી.