નેપાળના મહાપ્રલયમાંથી પાછા ફરેલા મહારાષ્ટ્રના 106 પ્રવાસીઓએ કહ્યું
500 મીટરના અંતરે પૂર
જોયા બાદ મહા મુશ્કેલીએ જીવ બચ્યા હોવાનું જણાવ્યું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 29 : નેપાળમાં બુધવારે આવેલા મહાવિનાશક પૂરમાં બચી ગયેલા મહારાષ્ટ્રના 59 પુરુષ, 42 મહિલા અને પાંચ બાળક મળી કુલ 106 પ્રવાસી આજે બિહારથી મહારાષ્ટ્ર સુખરૂપ પહોંચ્યા હતા. પાછા ફરેલા યાત્રાળુઓએ જણાવ્યું હતું કે તેમણે મોતને 500 મીટર નજીકથી જોયું હતું. એક કાર પૂરના પાણીમાં વહી જતી જોયા બાદ હવે અમારો વારો આવશે એમ સમજી બધા ખૂબ ગભરાઈ ગયા....