• રવિવાર, 30 ઑગસ્ટ, 2026

શ્વાસનળીમાં ચીકુનું બી અટવાઈ ગયાની ત્રણ મહિને ખબર પડી

38 વર્ષના દરદીને શ્વાસ લેવામાં તકલીફ ઉપરાંત છાતીમાં ઘરઘરાટી થતી

મુંબઈ, તા. 29 : છેલ્લા બે-ત્રણ મહિનાથી શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં ઘરઘરાટીથી પીડિત 38 વર્ષીય દર્દીની સમસ્યાનું અણધાર્યું કારણ છેવટે સ્પષ્ટ થયું છે. દર્દીની મુખ્ય શ્વાસનળીમાં ત્રણ મહિનાથી ચીકુનું બી અટકી ગયું હતું. ફેફસાંના રોગના નિષ્ણાંતોએ બ્રૉન્કોસ્કોપીના માધ્યમથી બી સફળતાપૂર્વક બહાર કાઢી દર્દીની તકલીફ દૂર કરી છે. ઉલવેમાં રહેતા મનોજ (નામ બદલ્યું છે)ને છેલ્લા ત્રણેક મહિનાથી....