• શુક્રવાર, 12 જૂન, 2026

હિન્દુ મરણ

કપોળ

રાજુલાવાળા સ્વ. વિઠ્ઠલદાસ અને ચંદ્રભાગા ભુતાના પુત્ર વસંતરાય (ઉં. 93) 29મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે ચારૂબેનના પતિ. સ્વાતિ, હેમાંગીની, વિપુલ ભુતાના પિતા. સ્વ. દ્વારકાદાસ, જયકિશનદાસ, મુકુંદરાય, શાંતાબેન, નલિનીબેનના ભાઈ. સ્વ. લલિતબેન છોટાલાલ ગાંધીના જમાઈ. પ્રાર્થનાસભા મંગળવાર 4થીએ સાંજે 5.30થી 7. ઠે. : વિશ્વેશ્વર ભવન, પહેલે માળે, સંન્યાસ આશ્રમ કમ્પાઉન્ડ, વિલે પાર્લે (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

બાલાસિનોર દશા નીમા વણિક

સ્વ. નટવરલાલ અને સ્વ. હસમુખબેનના પુત્ર પ્રફુલ ધારિયા 31મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વાતિના પતિ. રાહિલ, આશનાના પિતા. શિવાનીના સસરા. સાન્વીના દાદા. સ્વ. દિનકરલાલ અને સરલાબેન (પાક્કા)ના જમાઈ. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. પ્રથા બંધ છે.

 

કપોળ

દેલવાડાવાળા, સ્વ. હર્ષદરાય વિઠ્ઠલદાસ સંઘવીનાં પત્ની અલકાબેન (ઉં. 85) બુધવાર, 29મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે બીના, મહેશ, મનીષનાં માતા. કૌશિક, કાનન, નીત્યાનાં સાસુ. રૂતુ, મનન, અનન્યા, દેવનાં દાદી. પિયર પક્ષે લીલાવતી ગમનલાલ મેહતા પરિવાર. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

મોડાસા એકડા દશા ખાડાયતા કોવાડીયા  

ગં.સ્વ. નંદિનીબેન (ઉં. 87 ) ગુરુવાર, 30મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. મહેશભાઈ શિવલાલ મેહતાનાં પત્ની. કેયુરનાં માતા. પ્રદીપ, પ્રતિમાનાં માસી. સંજય, મમતાનાં કાકી. પર્લ, શેલનાં દાદી. પ્રાર્થનાસભા સોમવાર, 3જીએ સાંજે 5થી 7. ઠે. : ખડાયતા ભુવન, હનુમાન રોડ, વિલેપાર્લે (પૂ.).

 

ખંભાતી દશા પોરવાડ વણિક

નડિયાદના ગં.સ્વ. કોકિલાબેન મનુભાઈ દેસાઈ (ઉં. 86) 31મીને શુક્રવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. લીલાવતીબેન ઇન્દુલાલ શાહનાં પુત્રી. સ્વ. રાકેશ, જીગ્નેશ, સોનલ નિલેશ શાહનાં માતા. ગં.સ્વ. મીતા, મનીષાનાં સાસુ, ગં.સ્વ. ચૈતનબેન અરૂણકુમાર નરખી, પ્રીતિ ગિરીશ શાહ, ગીતાબેન દિલીપભાઈ ચોકસીનાં બહેન. ધરણ-સંગીતા, કરણ-વૈશાલી ,જય-કિંજલ, અંશિકા, પ્રિશા, ખુશ્બુ રોમિલ સંગોઈ, જીનલ જયમીન શાહનાં દાદી-નાની. લૌ. વ્ય. બંધ છે.