• રવિવાર, 31 મે, 2026

રાહુલ લોકસભા માટે તૈયારી કરે છે

જૂના વિચાર અને સંબંધ બદલવાની દિશામાં

એક બાબત નિશ્ચિત છે કે લોકસભાની ચૂંટણી જીતવા માટે રાહુલ ગાંધી જૂના વિચાર અને સંબંધ બદલવા માગે છે. કેરળમાં એમના સૌથી વધુ વિશ્વાસુ વેણુગોપાલનને બાજુએ ખસેડીને સથીસનને મુખ્ય પ્રધાન બનાવ્યા કારણ કે તમામ પક્ષો અને જનતામાં પણ તે લોકપ્રિય છે. લોકસભાની ચૂંટણીમાં મદદરૂપ હશે

કર્ણાટકમાં મુખ્ય પ્રધાન બદલવા પાછળ રાહુલ ગાંધીની નજર બેંગલુરુ કરતાં નવી દિલ્હી ઉપર વધુ છે. ગમે તે ભોગે ભાજપની આગેકૂચ - અશ્વમેધને કર્ણાટકમાં રોકવાનો વ્યૂહ છે. છેલ્લા લગભગ ચાર દશકમાં કર્ણાટકમાં કોઈપણ પક્ષની સરકાર બીજી મુદત માટે ચૂંટાઈ નથી - હવે 2028માં કૉંગ્રેસને બીજી મુદતની સત્તા મળે તો 2029માં લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસનું સંખ્યાબળ દક્ષિણ ભારતમાં વધી શકે અને તેની અસર સમગ્ર દેશ ઉપર પડી શકે એવી ધારણા છે. રાહુલ ગાંધીનું લક્ષ્ય લોકસભા છે અને તે સિદ્ધ કરવા માટે તેઓ આગળ વધી રહ્યા છે. અલબત્ત, ઘણો આધાર 2028માં કર્ણાટકની ચૂંટણીનાં પરિણામ ઉપર હશે. આ દરમિયાન એક રાષ્ટ્ર એક ચૂંટણીની પૂર્વ તૈયારી પણ શરૂ થવાની શક્યતા છે. સિદ્ધરામૈયાએ નારાજીનામું તો આપ્યું છે પણ તેના કરતાં વધુ મહત્ત્વની બાબત રાજ્યસભાની બેઠકનો અસ્વીકાર કર્યો તે છે! રાહુલ ગાંધીએ એમને મનાવી લેવા માટે રાજ્યસભાની બેઠક અને રાષ્ટ્રીય તખતા ઉપર મહત્ત્વના સ્થાનની અૉફર કરી હતી પણ સિદ્ધરામૈયા - નીતિશકુમાર નથી! એમણે રાજ્યમાં જ રહેવાની જાહેરાત કરી છે. અર્થાત્ કર્ણાટક કૉંગ્રેસ સમિતિ અને સરકાર ઉપર એમની ‘નજરરહેશે જ. મુખ્ય પ્રધાન શિવકુમારની સરકાર ઉપર ‘ગ્રહણજારી રહેશે? એમણે હાઈ કમાંડ સામે બગાવત જાહેર કરી નથી પણ રાહુલ ગાંધી અૉફર કરે અને તે સ્વીકારવાની ના પાડે, રાષ્ટ્રીય રાજકારણનું પ્રલોભન પણ છોડીને પ્રાદેશિક સ્તર ઉપર સક્રિય રહેવા માગે તે નાનીસૂની વાત નથી! હાઈ કમાંડ સચિંત હશે જ.

2023માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કટોકટી હતી. ભાજપનો પડકાર ગંભીર હતો ત્યારે શિવકુમાર પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ હતા અને કૉંગ્રેસના વિજયમાં એમનું યોગદાન મહત્ત્વનું હતું. મુખ્ય પ્રધાન પદના દાવેદાર સિદ્ધરામૈયા પણ હતા ત્યારે જુનિયર શિવકુમારને નાયબ મુખ્ય પ્રધાન પદ આપવામાં આવ્યું પણ ‘વણલખી સમજૂતીહતી કે વારાફરતી - અઢી વર્ષ પછી એમને મુખ્ય પ્રધાન બનાવાશે. આ મુદત પૂરી થવા આવી ત્યારે - નવેમ્બરથી વિવાદ શરૂ થયો અને કોઈ સમજૂતી નહીં હોવાની દલીલ થઈ! અઢી વર્ષ પહેલાં પણ સિદ્ધરામૈયાએ કહ્યું હતું કે ‘વારા ફરતીવ્યવસ્થા હોય તો હું શિવકુમારને કૅબિનેટમાં લેવા તૈયાર નથી! આખરે રાહુલ ગાંધી સાથે ખાનગી - બંધબારણે મુલાકાત થઈ ત્યારે કૉંગ્રેસના ‘કાર્યવાહકપ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી પણ હાજર નહોતાં. અન્ય જાણકાર નેતા જેઓ ‘િસદ્ધાની નજીકના છે એમના કહેવા અનુસાર રાહુલ ગાંધીએ એમને રાજીનામું આપવા જણાવ્યું ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. એમને આશા હતી કે આવું નહીં થાય પણ રાહુલ ગાંધીએ કહ્યું ઃ ‘તમે મને સાથ આપો. 2029માં લડવું છે અને તમે સાથે હશો તો કેન્દ્ર સામે લડવા માટે શક્તિ મળશેઅને સિદ્ધા તૈયાર થયા પણ જાહેરાત નવી દિલ્હીમાં નહીં, બેંગલુરુમાં જ થશે. તારીખ અને સમય પણ અમે નક્કી કરીશું એમ જણાવ્યું તે પછી રાહુલ ગાંધીના વિશ્વાસુ કે. સી. વેણુગોપાલન હાઈ કમાંડ વતી જાહેરાત કરી નહીં શક્યા. સમજૂતી મુજબ સિદ્ધાના પુત્ર તથા અન્ય વફાદાર પ્રધાનોને કૅબિનેટમાં સ્થાન આપવાની સમજૂતી થઈ.

આ પછી સિદ્ધરામૈયાએ જાહેરમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને ખડગેનો આભાર માન્યો ત્યારે હાઈ કમાંડના જીવ જાણે હેઠા બેઠા!

કર્ણાટકના ‘પરિવર્તનપહેલાં રાહુલ ગાંધીનું મન - દિમાગ અને વ્યૂહ - વિચાર બદલાયા હતા! તાજેતરમાં બંગાળની ચૂંટણીમાં પણ ભાજપનો અભૂતપૂર્વ વિજય થયો ત્યારે ભારે આંચકો - આઘાત લાગ્યો હતો. તામિલનાડુની ચૂંટણી દરમિયાન જ એમને ખાતરી થઈ હતી કે ડીએમકે - સ્ટાલીનનો યુગ હવે પૂરો થયો છે. નયા જમાનામાં અભિનેતા - સુપરસ્ટાર વિજયની બોલબાલા છે અને એમની સાથે રહેવામાં - સમજૂતી કરવામાં લાભ છે. લોકસભાની ચૂંટણીમાં વધુ બેઠકો ફાળવાશે અને જીતાશે પણ ખરી. ડીએમકે ભલે દગાખોરીના આક્ષેપ કરે!

એક બાબત નિશ્ચિત છે કે લોકસભાની ચૂંટણી જીતવા માટે રાહુલ ગાંધી જૂના વિચાર અને સંબંધ બદલવા માગે છે. કેરળમાં એમના સૌથી વધુ વિશ્વાસુ વેણુગોપાલનને બાજુએ ખસેડીને સથીસનને મુખ્ય પ્રધાન બનાવ્યા કારણ કે તમામ પક્ષો અને જનતામાં પણ તે લોકપ્રિય છે. લોકસભાની ચૂંટણીમાં મદદરૂપ હશે.

નોંધપાત્ર બાબત એ છે કે રાહુલ ગાંધી અત્યાર સુધી એમણે કરેલી ભૂલો સુધારવા માગે છે. પંજાબમાં કૅપ્ટન અમરીંદર સિંઘને ચૂંટણી પહેલાં દૂર કરીને ચરણજીત સિંહ ચન્નીને બેસાડયા તેથી કૉંગ્રેસ ધોવાઈ ગઈ અને આમ આદમી પાર્ટીને સત્તા મળી ગઈ! ભૂતકાળમાં છત્તીસગઢમાં ભૂપેશ બાઘેલ અને ટીએસ સિંઘદેવ વચ્ચે ગજગ્રાહ થયો ત્યારે એવી છાપ પડી હતી કે હાઈ કમાંડ ઉપર દબાણ કરો તો તે ઝૂકી જાય છે! રાજસ્થાનમાં સચિન પાયલટનો વારો હતો પણ અશોક ગેહલોત ખુરસી છોડવા તૈયાર નહોતા!

સિદ્ધરામૈયાના કેસમાં ત્રણ મુદ્દા મહત્ત્વના હતા. રાજ્યોમાં ભાજપે યુવા નેતાઓને પ્રાધાન્ય આપવાની શરૂઆત કરી છે. દક્ષિણ ભારતમાં તામિલનાડુ પછી કેરળમાં પણ પ્રમાણમાં યુવા - નવા ચહેરાની પસંદગી થઈ છે. કર્ણાટકમાં 2028માં ચૂંટણી થાય ત્યારે સિદ્ધાની વય 80 વર્ષની હશે તેથી સરખામણીમાં શિવકુમાર યુવા છે! બીજું - ગંગોત્રીથી ગંગાસાગર સુધી - ઉત્તર અને પૂર્વ તથા પશ્ચિમમાં ભાજપે લોકપ્રિયતા અને સત્તા મેળવી છે. હવે દક્ષિણ ભારતમાં પણ પ્રભાવ પ્રસરી રહ્યો છે ત્યારે કેરળ એકમાત્ર છે જ્યાં કૉંગ્રેસ સરકાર છે. કર્ણાટકમાં કૉંગ્રેસના ભવ્ય ભંગાણ પછી સંસ્થા કૉંગ્રેસની સરકાર હતી. વિરેન્દ્ર પાટીલ અને રામ કૃષ્ણ હેગડે મુખ્ય નેતાઓ હતા. પણ કૉંગ્રેસે રાજ્યમાં સત્તા મેળવી લીધી! ઇમર્જન્સી પછી પેટાચૂંટણીમાં ઇન્દિરા ગાંધીને કર્ણાટકમાં રાજ્યાશ્રય મળ્યો હતો. હવે કૉંગ્રેસના હાથમાં સત્તા છે તે જાળવી રાખવા માટે - અને લોકસભામાં સંખ્યાબળ વધારવા માટે કર્ણાટકનું મહત્ત્વ છે. ત્રીજો મુદ્દો વણલખી સમજૂતીનો છે. પંજાબ, રાજસ્થાન અને છત્તીસગઢ તથા મધ્યપ્રદેશમાં પણ યુવા નેતાઓ - નાયબ મુખ્ય પ્રધાન હોવા છતાં મુખ્ય પ્રધાન બની શક્યા નહીં. રાહુલ ગાંધી યુવાન હોવા છતાં આવો અન્યાય થાય છે એવી ટીકા હતી - હવે સુધારો થયો છે! ભાજપ ઉપરાંત કોક્રોચ સેનાને હરાવવી પડશે!  શિવકુમારની તરફેણમાં સોનિયા ગાંધી અને પ્રિયંકા વડરાએ દબાણ કર્યાથી પરિવર્તન સરળ બન્યું છે. મની લૉન્ડરિંગના કેસમાં શિવકુમાર જેલમાં હતા ત્યારે સોનિયા ગાંધી એમને મળવા અને ‘નૈતિક સમર્થનઆપવા પણ ગયાં હતાં.

સિદ્ધરામૈયા રાજીનામું આપ્યા પછી બેંગલુરુમાં જ છે અને રહેશે તેથી પ્રદેશ કૉંગ્રેસ સમિતિ અને 2028ની વિધાનસભાની ચૂંટણી વખતે ઉમેદવારોની પસંદગીમાં એમની ભલામણ સ્વીકારવી પડશે. જાતિવાદની દૃષ્ટિએ પણ એમને ઘણું સમર્થન છે તેથી એમને અવગણી નહીં શકાય. કુરુબાસ સમાજ ઉપરાંત મુસ્લિમ અને દલિત સમાજ તથા ઘણી પછાત જાતિઓ એમની સાથે છે એમણે અવશક્ષમફ - અહિંડા વ્યૂહ અજમાવીને લઘુમતીઓ, પછાત જાતિઓ અને દલિત સમાજમાં ભારે લોકપ્રિયતા મેળવી છે તેથી કૉંગ્રેસ અવગણી નહીં શકે. સિદ્ધાને સત્તા ઉપરથી હઠાવાયા તેની નારાજી તો છે. હવે કર્ણાટક કૉંગ્રેસમાં અને લોકોમાં તેની કેવી અસર પડે છે તે જોવાનું છે...