કોક્રોચ જનતા પાર્ટી વિદ્યાર્થી આંદોલન નથી - રાજકીય પાર્ટી (જે હજી નોંધાઈ નથી)નું રાજકીય આંદોલન - છે. વર્ષ 1977થી 2012 દરમિયાન જન્મેલા સરેરાશ 25 વર્ષની વય સુધીના યુવાઓનું આંદોલન હશે એમ કહે છે. અલબત્ત, તેમાં 35 વર્ષના લોકો પણ જોડાઈ શકે છે. લગભગ બે-સવા બે કરોડ જેટલા નોંધાયેલા સમર્થકોમાં 94 ટકા વિદેશી હોવાનું કહેવાય છે
બોસ્ટન-અમેરિકાથી ભારત આવેલા અભિજિત દીપકે ઉત્તર ભારતના
યુવા વર્ગને આશા હોય તો સ્થાપિત રાજકીય પક્ષોને ભવિષ્યની ચિંતા થાય એ સ્વાભાવિક છે.
ભારતના વડા ન્યાયમૂર્તિ સૂર્યકાંતે અદાલતોમાં ફરિયાદ અને કેસના ઢગલા કરતા યુવા ``વકીલો''
અંગે ટકોર કરી કે ખોટી નકલી ડિગ્રીના આધારે બની બેઠેલા વકીલો - વાંદા-કોક્રોચ જેવા
છે ! આ ટકોર આપણા સમસ્ત યુવા વર્ગ ઉપર નહોતી - એવી સ્પષ્ટતા પણ વડા ન્યાયમૂર્તિએ જાતે
કરી છે. આમ છતાં શાસનતંત્ર અને રાજકીય નેતાઓ સામે વ્યંગ-કટાક્ષ કરવાના `આશય'થી બૉસ્ટનમાં
બેઠેલા અભિજિત સોશિયલ મીડિયા ઉપર સવાર થયા અને જોતજોતામાં બે કરોડથી વધુ ``સભ્યો''
એમની કોક્રોચ જનતા પાર્ટીમાં જોડાયા. હવે રમૂજના રસ્તે રાજકારણમાં પ્રવેશવા માગતા અભિજિતે
જાહેર કર્યું છે કે તેઓ ભારતની શિક્ષણ વ્યવસ્થા, યુવાનોની બેકારી અને મોંઘવારીના મુદ્દા
ઉઠાવીને અભિયાન-આંદોલન શરૂ કરશે - બંધારણ અનુસાર - શાંતિપૂર્વક હશે એવી ખાતરી એમણે
આપી છે. અલબત્ત, આવાં કોઈ આંદોલન શાંતિપૂર્વક રહી શકતાં નથી. રહ્યાં પણ નથી.
કોક્રોચ જનતા પાર્ટી વિદ્યાર્થી આંદોલન નથી - રાજકીય
પાર્ટી (જે હજી નોંધાઈ નથી)નું રાજકીય આંદોલન - છે. વર્ષ 1977થી 2012 દરમિયાન જન્મેલા
સરેરાશ 25 વર્ષની વય સુધીના યુવાઓનું આંદોલન હશે એમ કહે છે. અલબત્ત, તેમાં 35 વર્ષના
લોકો પણ જોડાઈ શકે છે. લગભગ બે-સવા બે કરોડ જેટલા નોંધાયેલા સમર્થકોમાં 94 ટકા વિદેશી
હોવાનું કહેવાય છે.
અભિજિત કહે છે કે શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશમાં
જેવી ક્રાંતિ થઈ એવી ક્રાંતિ ભારતમાં થઈ શકે
છે. એમની રમૂજ-કટાક્ષિકામાંથી રાજકારણમાં પ્રવેશ આસાન બન્યો. કારણ કે આ દરમિયાન વિવિધ
પરીક્ષાઓના પેપર ફૂટયાં, અૉનલાઈન માર્ક આપવાની વ્યવસ્થામાં ગરબડ અને ભ્રષ્ટાચાર પ્રકાશમાં
આવ્યા. આશરે દેશભરમાં એક કરોડથી વધુ વિદ્યાર્થીઓની મહેનત ઉપર - અને ઉજ્જ્વળ ભવિષ્યની
આશા ઉપર પાણી ફરી વળ્યું. ભવિષ્યમાં ગમે તેટલા સારા માર્ક અને સર્ટિફિકેટ હોય તો પણ
ભરોસો કોણ કરશે? નોકરી આપનાર પણ શંકા કરશે. આપણી સમસ્ત શિક્ષણ વ્યવસ્થા આઝાદી પછી કથળતી
ગઈ છે. હવે આર્થિક સાથે શિક્ષણ સુધારા થઈ રહ્યા છે પણ રાતોરાત સુધારા શક્ય નથી.
અત્યારે તો અભિજિતને બગાસું ખાતાં મોઢામાં પતાસાં-(મીઠાઈ)
પડયાં છે. એમના ભારત આગમન પહેલાં કેન્દ્ર સરકારે જવાબદાર ઉચ્ચ અધિકારીઓને પદ ઉપરથી
હટાવ્યા છે પણ તેથી આંદોલન ધીમું પડવાની આશા રાખવી વ્યર્થ છે. કારણ કે અત્યાર સુધી
માત્ર બેકારીનો પ્રશ્ન હતો. હવે બેકારી પહેલાં શિક્ષણ-ડિગ્રીનો પ્રશ્ન છે. સાથે મોંઘવારી
અને જીવનધોરણની સમસ્યા છે. યુવાનોની બેકારી વર્ષ 2020માં 24.5 ટકા હતી તે 2023માં ઘટીને
15 ટકા થઈ અને 2025માં 17.7 ટકા નોંધાઈ છે. વિશ્વભરમાં આ સમસ્યા છે. સ્પેનમાં 46.2
ટકા યુવાનો બેકાર છે. નેપાળમાં 20.4 ટકા છે. આ ઉપરાંત શ્રીલંકા, નેપાળ, કેન્યા, નાઈજીરિયા,
બાંગ્લાદેશમાં પણ બેકાર યુવા વર્ગ શેરીઓમાં ઉતર્યા છે અને શાસન પલટા થયા છે.
આપણા દેશમાં રાષ્ટ્રપિતા ગાંધીજીએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં
યંગ ઇન્ડિયાને જોડયું હતું. પણ આઝાદી પછી શિક્ષણ વ્યવસ્થામાં સુધારા થયા નહીં. નિરક્ષરતા
દૂર કરવામાં સારી સફળતા મળી પણ ઉચ્ચ શિક્ષણ માટે પૂરતી શાળા-કૉલેજોના અભાવે ઍડ્મિશનમાં
ભ્રષ્ટાચાર શરૂ થયો અને વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા લાગ્યા. જે સમાજમાં
શિક્ષણ અને સ્વાસ્થ્યમાં ભ્રષ્ટાચાર હોય, તે સમાજનો વિકાસ કેવી રીતે થાય?
અને વિદ્યાર્થી આંદોલન આપણે જોયાં છે. સૌપ્રથમ
1973-74ના અરસામાં ગુજરાતમાં વિદ્યાર્થીઓએ નવનિર્માણ આંદોલન શરૂ કર્યું. કેન્દ્ર સરકારે
ગુજરાત માટે અનાજની પૂરતી ફાળવણી કરી નહીં. રાજ્ય સરકાર સામે ભેદભાવ રખાયા અને રાજ્યકક્ષાએ
ભ્રષ્ટાચાર સામે આક્રોશને વિદ્યાર્થીઓએ વાચા આપી. આંદોલનમાં હિંસાની ઘટનાઓ - ચ્ટાંયેલા
વિધાનસભ્યોનાં ફરજિયાત રાજીનામાં લેવાયાં પણ વિદ્યાર્થીઓએ આંદોલનથી રાજકીય પક્ષોને
અળગા રાખ્યા. આ પછી મોરારજીભાઈએ વિધાનસભાનાં વિસર્જન અને નવેસર ચૂંટણીની માગ કરી. ગુજરાત
પછી બિહારમાં પણ અબ્દુલ ગફારની કૅંગ્રેસ સરકાર સામે આંદોલન થયું જય પ્રકાશ નારાયણે
આગેવાની લીધી અને સફળ થયા પણ ઈમર્જન્સીનાં બીજ રોપાયાં.
આ બે મુખ્ય વિદ્યાર્થી આંદોલન પછી શિક્ષણમાં આરક્ષણ-અનામત
બેઠકોનો વિવાદ શરૂ થયો. દલિત-પછાત વર્ગના ઉત્કર્ષ માટે શિક્ષણનું પ્રોત્સાહન - રક્ષણ
અનિવાર્ય છે. પણ તેનો ગેરલાભ વધવા લાગ્યો - ગરીબ વર્ગ વંચિત જ રહ્યો. રાજકારણમાં અનામતની
વોટ બૅન્કનાં સ્થાપિત હિત શરૂ થયાં. વી. પી. સિંહની સરકારે મંડલ કમિશનનો જૂનો રિપોર્ટ
જાહેર કર્યો અને સમાજમાં ભંગાણ પડયું. ઉચ્ચ વર્ગના વિદ્યાર્થીઓ રસ્તા ઉપર ઉતર્યા. આ
સંઘર્ષના મૂળમાં શિક્ષણ વ્યવસ્થાનો અભાવ અને રાજકીય કાવાદાવા રહ્યા છે.
હવે અભિજિત દીપક રાજકીય આંદોલનમાં રાજકીય નેતાઓને અળગા-અસ્પૃશ્ય
રાખશે ખરા? અભિજિત ભારતીય સંવિધાનની અને શિક્ષણની વાત કેન્દ્રમાં રાખે છે - રાહુલ ગાંધી
સંવિધાન બચાવવાની અને મોદી સરકારે શિક્ષણ ખતમ કર્યું હોવાનો દાવો કરે છે! આ સંજોગોમાં
રાજકીય નેતાઓ ફરીથી રાજકીય શતરંજમાં શિક્ષણને પ્યાદું બનાવશે?
અત્યારે તો શિક્ષણ સુધારા બાબત રાષ્ટ્રીય એકતા હોવી
જોઈએ તેના બદલે રાજકીય પક્ષો યુવા વર્ગનો મિજાજ પારખીને ``કાયાપલટ'' કરી રહ્યા છે!
તામિલનાડુ અને કર્ણાટકમાં યુવા મુખ્ય પ્રધાન આવ્યા. હવે ભાજપ અને કૅંગ્રેસ પક્ષ પણ
યુવાનોને આગળ કરે છે! આ રીતે રાજકારણની કાયાપલટ સાથે વિચારોમાં પણ પરિવર્તન થાય એવી
આશા રાખીએ?