ઓટાવા, તા.21 : કેનેડાના બ્રિટિશ કોલમ્બિયાના સરેમાં વોલમાર્ટ સ્ટોરની બહાર ગોળીબારની ઘટનામાં બે ભારતીય મૂળની બે વ્યક્તિનાં મોત થયાં હતાં. આ ઘટના લક્ષિત હત્યાની હોવાનું પોલીસ માની રહી છે.
ઈન્ટીગ્રેટેડ હોમીસાઈડ ઈન્વેસ્ટીગેશન ટીમ (આઈએચઆઈટી)એ જણાવ્યું હતું કે ગત 15મી નવેમ્બરની રાત્રે વોલમાર્ટ સ્ટોરની બહાર બનેલી ગોળીબારની આ ઘટનામાં ગગનપ્રીત રેહલ અને સુખજિત કૌરનાં મોત થયાં હતાં. બંને ડેલ્ટા વિસ્તારમાં રહેતા હતા. અહેવાલો અનુસાર રેહલનું નામ અગાઉ પણ હથિયારોથી જોડાયેલા ગુનામાં બહાર આવ્યું હતું.