• રવિવાર, 22 નવેમ્બર, 2026

મુંબઈમાં ચહેરો, વાહન નંબર ઓળખી શકે એવા 4776 હાઈ ટેક સીસીટીવી કૅમેરા મૂકવામાં આવશે

સરકારે રૂા. 2940 કરોડના ખર્ચને મંજૂરી આપી

મુંબઈ, તા. 21 : શહેરમાં સુરક્ષાવ્યવસ્થા વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુંબઈ સીસીટીવી પ્રોજેક્ટના ત્રીજા તબક્કા હેઠળ શહેરમાં 4776 અત્યાધુનિક સીસીટીવી કૅમેરા લગાવવામાં આવશે અને આ માટે રૂા. 2940 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે મે. જીવીપીઆર એન્જિનિયર્સ લિમિટેડની સપ્લાયર અને કૉન્ટ્રાક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી.....