• રવિવાર, 22 નવેમ્બર, 2026

મુંબઈમાં પાતાળ લોક પ્રોજેક્ટમાં 31 કિલોમીટર ટનલનું નેટવર્ક ઊભું કરાશે

રૂા. 53,928 કરોડના પ્રોજેક્ટથી મુંબઈની ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે

મુંબઈ, તા. 21 : મુંબઈની ટ્રાફિકજામની સમસ્યાનો નીવેડો લાવવા માટે એમએમઆરડીએએ 30.87 કિ.મી.નું ટનલ નેટવર્ક ઊભું કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રોજેક્ટને `પાતાળ લોક' નામ આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ મુંબઈના ઈસ્ટર્ન અને વેસ્ટર્ન હાઈવેને ઍરપોર્ટ, કોસ્ટલ રોડ અને મુખ્ય રસ્તાઓ સાથે જોડવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે રૂા. 53,928.2 કરોડ ખર્ચ થવાનો અંદાજ.....