રાહુલ ગાંધી માટે રામલીલા મેદાનની સરકાર વિરોધી જાહેરસભા વિશેષ મહત્ત્વની છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે ``મહાભિયોગ'' ઉપરાંત વડા પ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને આરએસએસના વડા મોહન ભાગવત ઉપરાંત ઉદ્યોગપતિઓ અંબાણી અને અદાણીને નિશાન ઉપર લેવાનો વ્યૂહ છે. `વોટ ચોરી'નો આક્ષેપ અને જ્ઞાનેશકુમાર સામેની ફરિયાદમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવે તે પહેલાં `કહેવાતી' `જનતા અદાલત'માં આ મુદ્દો લાવીને સંભવિત દેશવ્યાપી અરાજકતા આંદોલન - માટે કુરુક્ષેત્ર સજ્જ કરવાનો વ્યૂહ છે. સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ નહીં ટકી શકે અને `મનગમતો ન્યાય' નહીં મળે એવી આશંકા એમને છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો નહીં સ્વીકારીને ન્યાયતંત્રમાં પણ અવિશ્વાસની ભાવના જગાડવા ભડકામણાં ભાષણો થાય તો નવાઈ નહીં. સુપ્રીમ કોર્ટનું અપમાન થાય નહીં તેવી રીતે - ચૂંટણી કમિશનરને પદ ભ્રષ્ટ કરવાનું `નાટક' થશે - જનતા અદાલતમાં આગોતરા - ઍડવાન્સ ચુકાદો જાહેર કરવાનો વ્યૂહ છે.
વિધાન પરિષદોની ચૂંટણીનાં પરિણામ બદલ જેન ઝીને અભિનંદન અપાશે. અભિજિત હાજર રહેશે પણ મંચ ઉપર હાથ નહીં મેળવે એવી હવા છે. આમ આદમી પાર્ટીની પણ કસોટી છે. તાજેતરમાં શિવસેનાના નેતા-પ્રવકતાએ ન્યાયમૂર્તિઓને ગર્ભિત ધમકી આપી હતી. આલ્બેનિયામાં લોકોએ સુપ્રીમ કોર્ટ ઉપર હુમલો કરીને આગ લગાડી હોવાનું કહ્યું હતું. મહારાષ્ટ્રના એક પત્રકારે પણ ન્યાયમૂર્તિ માટે અસભ્ય ભાષા પ્રયોગ ર્ક્યો હતો. અલબત્ત- પછી માફી માગવામાં આવી. પણ આવી ધમકી આપવા પાછળ કારણ અકળ નથી.
હવે આજે રામલીલા મેદાનમાં
કેવી હાજરી થાય છે અને કેવા ભાષણ થાય છે તેના ઉપર સરકાર અને ન્યાયતંત્રની નજર અને કાન
છે.
ચાર રાજ્યોમાં વિધાન
પરિષદો (ઉપલાગૃહ)ની ચૂંટણીનાં પરિણામોએ ભારતીય જનતા પાર્ટીના આત્મવિશ્વાસને ભારે આઘાત
આપ્યો છે. કૉંગ્રેસે એક પછી એક રાજ્ય ગુમાવ્યા બદલ `હર્ષ' વ્યક્ત કરીને કૉંગ્રેસે કેટલી
બેઠકો મેળવી? એવો કટાક્ષ કર્યા પછી ગણતરીના કલાકોમાં જ ભાજપના નેતાઓની હાલત કફોડી થઈ
ગઈ. વડા પ્રધાન મોદીની વારાણસી લોકસભા બેઠકના વિસ્તારમાં જ સમાજવાદી ઉમેદવારનાં વિજય
સરઘસ નીકળ્યાં. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના લખનઊ વિસ્તારમાં પણ સમાજવાદી પક્ષની બોલબાલા
અને નાગપુર - જ્યાં આરએસએસનું મથક છે અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો ગઢ ગણાય
છે ત્યાં પણ ભાજપના ઉમેદવાર હાર્યા છે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં થયેલી પીછેહઠ
- પરાજયની કળ ક્યારે વળશે તે જોવાનું છે. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિંદે શિવસેના વચ્ચે
આક્ષેપબાજી શરૂ થઈ છે! પરાજયના સ્વામી કોણ? જવાબદારી કોની? શરદ પવારના રાજકીય વારસદાર
ગણાતા રોહિત પવારે તો દેવેન્દ્ર ફડણવીસને પડકાર્યા છે - વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં
તમારા આવા જ હાલ થશે...
રાજકારણમાં વિધાન પરિષદોની
ચૂંટણીનું મહત્ત્વ મર્યાદિત હોય છે તેથી 28 બેઠકોનાં પરિણામ કોઈપણ પક્ષનું ભવિષ્ય નક્કી
કરી શકે નહીં. પક્ષની લોકપ્રિયતા-ની આ પારાશીશી-માપદંડ - આ પરિણામો નથી.
આપણાં 28 રાજ્યોમાંથી
માત્ર છ રાજ્યો - ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં
વિધાનસભાથી ઉપલું ગૃહ - વિધાન પરિષદ છે. સંસદમાં રાજ્યસભાની જેમ આ ઉપલા ગૃહની સભ્ય
સંખ્યા વિધાનસભાની સભ્ય સંખ્યાના ત્રીજા ભાગથી વધુ હોઈ શકે નહીં અને 40થી ઓછા સભ્યો
નહીં હોવા જોઈએ. રાજ્યસભાની જેમ વિધાન પરિષદના સભ્યોની મુદત પણ છ વર્ષની હોય છે અને
ત્રીજા ભાગના સભ્યો દર છ વર્ષે નિવૃત્ત થાય ત્યારે ચૂંટણી થાય છે.
વિધાન પરિષદના સભ્યોની
ચૂંટણીમાં વિધાન સભ્યો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ - જેવી કે સુધરાઈ વગેરે, ગ્રેજ્યુએટ
તથા શિક્ષકો ઓછામાં ઓછા ત્રણ વર્ષના અનુભવી હોય તેમનું ક્ષેત્ર છે. નોંધપાત્ર બાબત
એ છે કે વિધાન પરિષદ નાણાં વિષયક ખરડા ઉપર વોટ આપી શકે નહીં. વિધાનસભા સર્વોપરી હોય
છે.
આ વખતે આવી 28 બેઠકોની
ચૂંટણી થઈ તેમાં ભાજપે 13 બેઠકો જીતી અને કૉંગ્રેસને માત્ર એક બેઠક મળી છે પણ આ પરિણામથી
લોકપ્રિયતા માપી નહીં શકાય. ભાજપે બેઠકો જીતી હોવા છતાં અત્યાર સુધી ગ્રેજ્યુએટ મતદારોમાં
ભાજપનો જે પ્રભાવ હતો તે હવે ઘટયો છે. વર્ષ 2024માં એનડીએને 45 ટકા વોટ મળ્યા હતા તેમાં
ભાજપનો હિસ્સો 38 ટકા હતો. હવે આ ગ્રેજ્યુએટ - અર્થાત્ યુવા વર્ગમાં ભાજપની વગ ઓસરી
હોય તેમ જણાય છે. અત્યાર સુધી શિક્ષિત વર્ગ તથા શહેરી મતદારો ભાજપ સાથે હતા તેમાં ઘટાડો
થયો હોવાથી ભાજપ માટે ચેતવણી છે છતાં નિરીક્ષકો માને છે કે ભાજપ-એનડીએ યુવા વર્ગને
જીતી લેવામાં સફળ થશે.
વિપક્ષ - કૉંગ્રેસ આજનાં પરિણામને ભવિષ્ય માની લેવામાં ભૂલ કરે છે. કૉંગ્રેસનો રકાસ થયો હોવા છતાં ઇન્ડિ મોરચાના સભ્ય પક્ષોના વિજય ઉપર મુસ્તાક છે! - સાગરમાં ગાગર જેવી ચૂંટણીનાં પરિણામ પછી ભાજપ - એનડીએ સચિંત અને સક્રિય બનશે એમ મનાય છે.એનડીએના સાથી પક્ષો - ખાસ કરીને મહારાષ્ટ્રમાં શિંદે શિવસેના ઉપર વધુ મદાર રાખી નહીં શકાય. એવી ખાતરી ભાજપને પણ થઈ હશે જ.
ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ
કરતા નિષ્ણાતો કહે છે: જેન-ઝી-યુવા વર્ગના આંદોલન અને કૉંગ્રેસ દ્વારા વોટ ચોરીના પ્રચારે
ભાગ ભજવ્યો છે. અલબત્ત, કૉંગ્રેસ અને રાહુલ ગાંધી - અત્યારે સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રવાદી
કૉંગ્રેસ અને આરજેડીએ જીતેલી બેઠકોના કારણે ખુશ છે અને આ પશ્વાદભૂમિ સાથે આજે રામલીલા
મેદાનમાં ગર્જના કરશે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે `મહા-અભિયોગ' ચલાવીને
- આરોપનામું જાહેર કરીને એમને પદભ્રષ્ટ કરવાની જાહેરાત કરશે. સંતોષ મ્હાણશે!
રામલીલા મેદાન હવે `મહા
ભારત'નું કુરુક્ષેત્ર બની રહ્યું છે. કોક્રોચ પાર્ટીના અભિજિત દીપકે હાજરી આપવા ઉત્સુક
ન હતા પણ હવે ચૂંટણીનાં પરિણામોથી એમને નવી આશા અને જોશ મળ્યું છે તેથી હાજરી આપીને
જેન-ઝીનું બ્યુગલ વગાડશે!
રાહુલ ગાંધીએ લોકોને
આહ્વાન ર્ક્યું છે કે લોકતંત્ર બચાવવા માટે `ચલો દિલ્હી' - આંદોલન કોઈ એક પક્ષનું નથી
- તમે ગમે તે પક્ષના હો અને વિદ્યાર્થી સંઘના હો - અમારી સાથે આવો - એમ કહીને એમણે
આંદોલન રાજકીય નહીં, રાષ્ટ્રીય છે એવો દાવો ર્ક્યો છે - રામલીલા મેદાનને તિરંગાથી શણગારીને
રાષ્ટ્રીય આંદોલનની છબી બતાવી-ઉપસાવી છે. વિદ્યાર્થીઓ, કિસાનો અને કામદારોને દિલ્હી
પહોંચવા જણાવ્યું છે. પરિણામે આજની રામલીલા સભામાં હાજરી સારી હશે એમ મનાય છે પણ આયોજકો
આક્ષેપ કરે છે કે આંદોલનમાં ભાગ લેવા આવી રહેલા લોકો માટે સરહદ બંધ કરવામાં આવી છે!
કૉંગ્રેસ `પ્રમુખ' મલ્લિકાર્જુન
ખડગેના નિવાસસ્થાને `મોક' પાર્લામેન્ટ બોલાવીને ચીફ ઈલેકશન કમિશનરને દૂર કરવા માટે
ઈમ્પીચમેન્ટ - મહાઅભિયોગનો કેસ ચલાવાયો. લોકસભાના પૂર્વ સ્પીકર કુમારી મીરા કુમારને
અધ્યક્ષ બનાવાયાં. પણ શુક્રવારે મેઘરાજાએ કાર્યક્રમ ખોરવી નાખ્યો. આખરે બંધબારણે સભા
મળી.
વાસ્તવિક - વર્તમાન સંસદમાં
આવો કોઈ ઠરાવ પસાર થવાની શક્યતા-આશા નથી. છતાં દેશભરમાં આ વિષયની ચર્ચા થતી રહે, આંદોલન
ઢીલું પડે નહીં તે માટે આ વ્યૂહ નક્કી કરવામાં આવ્યો હોય તે સ્વાભાવિક છે.
`મોક પાર્લામેન્ટ' અર્થાત્
નકલી - મૂળ સંસદની નકલ કરતી લોકસભા શુક્રવારે ખડગેના નિવાસસ્થાને આયોજિત હતી. `લોકસભા'ની
બેઠકમાં સ્પીકરના સ્થાને નિવૃત્ત સ્પીકર - કુ. મીરા કુમાર - જેઓ બાબુ જગજીવનરામનાં
સુપુત્રી છે - તેઓ બિરાજમાન હતાં. પણ શાસક પક્ષનાં સ્થાન ખાલી - વડા પ્રધાન, ગૃહપ્રધાન
- તરીકે કોઈને બેસાડવામાં આવ્યા નહીં. રાહુલ ગાંધી ઠરાવ મૂકે અને પછી સમાજવાદી પક્ષ
તથા તૃણમૃલ કૉંગ્રેસના સભ્યો ચર્ચામાં ભાગ લેશે એવી વ્યવસ્થા હતી. અત્યારસુધી આવી
`નકલી સંસદ'ની બેઠક બોલાવાઈ હોવાનું જાણમાં નથી. જોકે, 1977માં ઇન્દિરા ગાંધીનું સભ્યપદ
- ઈમર્જન્સીના અત્યાચાર - અપરાધ બદલ રદ થયું હતું. બંધારણની જોગવાઈ મુજબ ઠરાવ પસાર
થયો હતો. પણ બેઠક મુલતવી રહ્યા પછી ઇન્દિરાજી ગૃહમાં જ બેસી રહ્યાં અને બહારથી એમના
સમર્થક કાર્યકરો ગૃહની અંદર ધસી આવ્યા હતા. કૉંગ્રેસી સભ્ય સ્પીકરના સિંહાસન ઉપર ચડી
બેઠા અને તત્કાલીન સ્પીકર - સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ કે. એસ. હેગડેની મીમીક્રી
- ચેનચાળા કરીને ઇન્દિરા ગાંધી અને સૌનું મનોરંજન ર્ક્યું હતું!
આ પછી સંસદની બહાર આવી
રીતે વિરોધ પક્ષે `મોક સંસદ - લોકસભા'ની બેઠક બોલાવી!
રામલીલા મેદાન હવે `મહા
ભારત'નું કુરુક્ષેત્ર બની રહ્યું છે. કોક્રોચ પાર્ટીના અભિજિત દીપકે હાજરી આપવા ઉત્સુક
ન હતા પણ હવે ચૂંટણીનાં પરિણામોથી એમને નવી આશા અને જોશ મળ્યું છે તેથી હાજરી આપીને
જેન-ઝીનું બ્યુગલ વગાડશે!