ટ્રમ્પે ડેનમાર્ક સાથેની ડીલ અંગે ફોડ પાડયો
વોશિંગ્ટન, તા. 19 :
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, અમેરિકા અને ડેનમાર્ક વચ્ચે ગ્રીનલેન્ડમાં
અમેરિકન સૈન્ય હાજરી વધારવા માટે એક મહત્ત્વપૂર્ણ સમજૂતી થઈ ગઈ છે. આ જાહેરાત એવા સમયે
કરવામાં આવી છે, જ્યારે ટ્રમ્પ અગાઉ ડેનમાર્ક પાસે ગ્રીનલેન્ડ ખરીદવાની માગ કરી રહ્યા
હતા અને જરૂર પડયે સૈન્ય બળ વાપરવાની વાત પણ કહી ચૂક્યા હતા. જો કે, નવી સમજૂતી મુજબ.....