• સોમવાર, 04 ડિસેમ્બર, 2023

ખોટી જર્સી પહેરીને મેદાનમાં આવેલા કોહલીએ જર્સી બદલવી પડી

આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચની શરૂઆતમાં જ ભારતના સ્ટાર બેટર વિરાટ કોહલીથી એક મોટી ભૂલ થઈ ગઈ હતી. જો કે, તેને તરત જ તેનો ખ્યાલ આવી ગયો હતો અને તેણે પોતાની ભૂલ સુધારી લીધી હતી. આ ભૂલનાં કારણે કોહલીને શરૂઆતમાં જ મેદાન છોડવું પડયું હતું. 

હકીકતમાં જ્યારે કોહલી મેદાન પર આવ્યો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તેણે જે જર્સી પહેરી છે તે તેના સાથી ખેલાડીઓએ પહેરેલી જર્સી કરતા અલગ છે. આઇસીસી વન-ડે વર્લ્ડ કપ 2023 માટેની ભારતીય ક્રિકેટ ટીમની ઓફિશિયલ જર્સીમાં ખભા પર ત્રિરંગા કલરની પટ્ટીઓ છે. કોહલી સિવાય ટીમના તમામ ખેલાડીઓએ આ જર્સી પહેરી હતી પરંતુ કોહલીની જર્સીમાં ત્રણેય પટ્ટી સફેદ કલરની હતી. કોહલીને જ્યારે તેનો ખ્યાલ આવ્યો ત્યારે તે તરત મેદાન છોડીને જર્સી બદલવા ગયો હતો અને યોગ્ય જર્સી પહેરીને આવ્યો હતો.