• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

જગદગુરુ રામભદ્રાચાર્યની તબિયત લથડતાં હૉસ્પિટલમાં  

દહેરાદૂન, તા.3 : જગદગુરુ રામભદ્રાચાર્યજીની તબિયત લથડતાં તેમને એર એમ્બ્યુલન્સથી દહેરાદૂનની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને તબિયત સુધારા પર છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન રામભદ્રાચાર્યજીએ પોતાના સમર્થમો અને ભાવિકો માટે વીડિયો સંદેશો જારી કરી કહ્યંy કે તેમની તબિયત સુધારા પર છે અને આરામ કરી રહ્યા છે. લોકોએ વિશ્વાસ રાખવો જરૂરી છે, થોડા સમય બાદ, સાજા થઈ જવા પર તેઓ ફરી કથા કરવા આવશે. 

પહેલા શ્વાસ લેવામાં તકલીફ સર્જાતા તેમને સૌપ્રથમ આગરાની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. હાથરસના લાડપુરમાં તેમની રામ કથા ચાલી રહી છે દરમિયાન અચાનક તેમની તબિયત લથડી હતી. હોસ્પિટલ લવાયા ત્યારે તેમનું ઓક્સિજન સેચ્યુરેશન 91 અને પલ્સ 84 હતા. બાદમાં વધુ સારવાર માટે દહેરાદૂન ખસેડાયા હતા.