• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

પીવી સિંધુ ફ્રેન્ચ અૉપનની ફાઇનલમાં, આજે કોરિયન ખેલાડી યંગ સામે ટક્કર

રોમાંચક મુકાબલામાં અકેચીને હરાવી ટાઇટલ ક્લેશમાં પ્રવેશી

પેરિસ, તા.24 : બે વખતની ઓલિમ્પિક મેડાલિસ્ટ ભારતીય શટલર પી વી સિંધુએ શનિવારે પેરિસ ખાતે જાપાનની હિના અકેચી સામે ત્રણ ગેમની રોમાંચક લડતમાં વિજય મેળવીને પોતાની કારકિર્દીમાં પ્રથમ વખત ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ટાઇટલ મેચમાં સિંધુનો સામનો વિશ્વની નંબર વન દક્ષિણ કોરિયન ખેલાડી એન સે યંગ......