• મંગળવાર, 26 સપ્ટેમ્બર, 2023

નિફ્ટી-50 : હજી લાંબી મજલ કાપવાની છે  

10,000 પૉઇન્ટનું પ્રથમ લેવલ પાર કરવામાં નિફ્ટીને 22 વર્ષનો સમય લાગ્યો, પરંતુ પછીના 10,000 પૉઇન્ટ્સની વૃદ્ધિ માત્ર વર્ષમાં થઈ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 16 : નેશનલ સ્ટૉક એક્સ્ચેન્જના ઇન્ડેક્સ નિફ્ટી-50 11 સપ્ટેમ્બરના રોજ 20,000 પૉઇન્ટ્સનું લેવલ પ્રથમ વાર ક્રોસ કર્યું. 13 સપ્ટેમ્બરે નિફ્ટી-50 ઇન્ડેક્સ 20,000 પૉઇન્ટ્સની ઉપર બંધ પ્રથમવાર બંધ આવ્યો હતો.

નિફ્ટીના લેવલમાં ગ્લૉબલ ઇકોનોમિક પાવર હાઉસ તરીકે ભારતની પ્રગતિ દર્શાવે છે. નિફ્ટીની 27 વર્ષની પ્રગતિની વાત કરીએ તો નિફ્ટી-50 ઇન્ડેક્સ નવેમ્બર 1995માં લૉન્ચ કરવામાં આવ્યો હતો. વખતે એની બેઝ વૅલ્યુ 1000 પૉઇન્ટની હતી. પ્રથમ 10,000 પૉઇન્ટના લેવલે પહોંચવામાં નિફ્ટીને 27 વર્ષનો સમય લાગ્યો હતો. જોકે, વર્ષ 2017 બાદ નિફ્ટીમાં ઝડપી વૃદ્ધિનો પ્રારંભ થયો હતો. ત્યાર બાદના 10,000 પૉઇન્ટ્સનું સ્તર ઓળંગવામાં નિફ્ટીને માત્ર વર્ષનો સમય લાગ્યો હતો.

વિશ્વના અન્ય દેશોમાં ઇકોનોમિક સ્લો-ડાઉનની સ્થિતિ હતી ત્યારે ભારતનો ગ્રોથ નોંધપાત્ર રહ્યો હતો અને દરમિયાનના સમયગાળામાં નિફ્ટીએ 20,000 પૉઇન્ટ્સનું લેવલ ક્રોસ કર્યું છે.નિફ્ટીએ રોકાણકારો માટે નોંધપાત્ર મૂલ્ય સર્જન કર્યું છે

નિફ્ટીએ રોકાણકારો માટે નોંધપાત્ર મૂલ્ય સર્જન કર્યું છે. ભારતની ઇક્વિટી માર્કેટનો વ્યાપ વધારવા માટે વર્ષ 1992માં નેશનલ સ્ટૉક એક્સ્ચેન્જની સ્થાપના કરવામાં