• રવિવાર, 29 નવેમ્બર, 2026

સીમાંકન ખરડા પર વિપક્ષમાં તિરાડ

ડીએમકે અને બીઆરએસના બદલાયેલા વલણને કારણે ભાજપને રાહત

નવી દિલ્હી, તા. 28 : સંસદના વિશેષ સત્ર પહેલાં દેશના રાજકારણમાં સીમાંકન અને મહિલા અનામતને લઈને રાજકારણમાં ગરમાવો તેજ બન્યો છે. કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત બંધારણીય સંશોધન અને સીમાંકન ખરડાએ સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ટકરાવ વધારી દીધો છે. કૉંગ્રેસ જ્યાં વિપક્ષોને એકજૂટ કરીને સરકારની રણનીતિનો મુકાબલો કરવા માગે છે તો એના કેટલાક સહયોગી પક્ષોના બદલાયેલા વલણે રાજકીય સમીકરણોને નવો......