ઉદયપુરથી મુંબઈની ફ્લાઈટ એક મહિનાથી બંધ હોવાનો આરોપ
પ્રકાશ બાંભરોલિયા તરફથી
મુંબઈ, તા. 28 : મુંબઈ અને ઉદયપુર વચ્ચે ચલાવાતી સ્પાઈસજેટમાં બુકિંગ કરાવનારાઓ હેરાનગતિનો સામનો કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ઉદયપુરથી મુંબઈ વચ્ચે એક મહિનાથી એક પણ ફ્લાઈટ મુંબઈ ન આવી હોવા છતાં ફ્લાઈટનું બુકિંગ લેવામાં આવી રહ્યું છે અને લોકોને અૉનલાઈન ચેક-ઈન કરવાની સૂચના પણ આપવામાં આવી રહી છે. પ્રવાસીઓ આવી રીતે ચેક-ઈન.....