બીજા દિવસના અંત સુધીમાં ગિલની ટીમે 116માં જ છ વિકેટ ગુમાવી : ન્યૂ ઝીલૅન્ડના પહેલી ઇનિંગમાં 356 રન
ક્રાઇસ્ટચર્ચ, તા. 28 : ન્યુઝિલેન્ડ સામે ટેસ્ટ શ્રેણીના બીજા મેચમાં ટીમ ઇન્ડિયા બેકફૂટ ઉપર છે. બીજા દિવસના અંત સુધીમાં શુભમન ગિલની ટીમે 116 રનમાં જ છ વિકેટ ગુમાવી દીધી છે. શ્રેણીનો આ નિર્ણાયક મુકાબલો ક્રાઇસ્ટ ચર્ચના હેગલે ઓવલનાં મેદાનમાં રમાઈ રહ્યો છે. શનિવારે બીજા સેશનમાં જ ન્યુઝિલેન્ડની પહેલી ઇનિંગ 356માં સમેટાઈ હતી, જો કે પહેલી ઇનિંગમાં મેજબાન ટીમ હજી પણ 240 રને આગળ છે અને ભારતનો ટોપ ઓર્ડર.......