• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

માનવભક્ષી ચાર સિંહને આજીવન કેદ

કોવાયા ગામે પરપ્રાંતીય યુવક પર જીવલેણ હુમલાની ઘટનાના રિપોર્ટ બાદ સરકારનો કડક નિર્ણય

અમરેલી, તા. 27 : રાજુલા તાલુકાના કોવાયા ગામે થોડા દિવસ પહેલાં પરપ્રાંતીય યુવક પર જીવલેણ હુમલો કરીને તેનો ભોગ લેનારા ચારેય સિંહોને હવે ક્યારેય જંગલમાં પરત છોડવામાં નહીં આવે. તપાસમાં ચારેય સિંહોમાં માનવભક્ષી વર્તનની પુષ્ટિ થતાં સરકારે તેમને જીવનભર કાયમી કેદમાં રાખવાનો નિર્ણય લીધો.....