ઘરમાં મેડિકલ સાધનો રાખો હાથવગા, જરૂર જણાય તો ડૉક્ટરની સલાહ લો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 : દિવાળીની ઉજવણીની તૈયારીઓ લગભગ પૂરી થવા આવી છે અને ઘરની સજ્જાથી માંડી મીઠાઈ અને રંગોળીનો સામાન ઘરે આવી ચૂક્યો હશે, પરંતુ આ બધા સાથે બીજી એક મહત્ત્વની તૈયારી કરવી જરૂરી છે. દિવાળી દરમિયાન ઊભી થતી ઈમરજન્સી માટે પણ ઘર-પરિવાર અને સોસાયટીએ તૈયાર રહેવું જોઈએ. ઘરમાં જરૂરી દવાઓનો સ્ટૉક, ડાયાબિટિક પેશન્ટ્સ હોય તો ઈન્સ્યુલીન, શ્વાસની તકલીફ હોય તો ઈનહેલર, ફર્સ્ટ એઈડ......