• રવિવાર, 15 નવેમ્બર, 2026

મુંબઈમાં શિવસેનાએ કરી હતી છઠ પૂજાની શરૂઆત

2007માં શિવસેનામાંથી અલગ થયેલા રાજ ઠાકરેએ ઉત્તર ભારતીયોનો વિરોધ કરતાં રાજકારણ શરૂ થયું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 : ઉત્તર ભારતના બિહાર અને ઝારખંડમાં દિવાળી પછીની કારતક સુદ-6નું ખૂબ ધાર્મિક અને સામાજિક મહત્ત્વ હોવાથી મોટા પાયે છઠ પૂજાનું આયોજન કરવામાં આવે છે. મુંબઈમાં મહારાષ્ટ્રિયન પછી બીજા નંબરે સૌથી વધુ વસતિ ઉત્તર ભારતીયોની છે એટલે તેઓ અહીં વર્ષોથી છઠ પૂજાનું આયોજન કરે છે. બાણગંગામાં છઠ પૂજાના આયોજનનું મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) દ્વારા વિરોધ કરાયા.....