પટણા, તા. 8 : બિહાર વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં રેકૉર્ડબ્રેક 65 ટકા મતદાન બાદ હવે 11મીએ બીજા તબક્કાના મતદાનમાં પણ આવા જ ઉત્સાહની અપેક્ષા છે ત્યારે રાજકીય પાર્ટીઓ ઝંઝાવાતી ચૂંટણીપ્રચારમાં જોંતરાઈ છે. આજે બેતિયા અને સીતામઢીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્ણિયામાં ગૃહપ્રધાન અમિત શાહે એનડીએનો મોરચો સંભાળ્યો હતો. મહાગઠબંધન તરફથી પ્રિયંકા ગાંધી અને તેજસ્વી યાદવે સભાઓ સંબોધી હતી.