• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

આસામે મુસ્લિમ લગ્ન-તલાક કાયદો રદ કર્યો  

હિમંત સરમાએ કહ્યું, બાળલગ્ન અટકશે : મુસ્લિમોનો વિરોધ

ગૌહાતી, તા. 24 :  આસામ સરકારે રાજ્યમાં મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ 1935 નાબૂદ કર્યો છે. ગઇકાલે મોડીરાત્રે મુખ્ય પ્રધાન હિમંત બિસ્વા સરમાની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે રાજ્યમાં તમામ લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ થશે. રાજ્ય પ્રધાન જયંત મલ્લબારુઆએ તેને યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)ની દિશામાં એક મોટું પગલું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, આનાથી રાજ્યમાં થતા બાળલગ્નો પણ અટકશે. 

મલ્લબારુઆએ કહ્યું કે, મુખ્યમંત્રીએ કહ્યું કે, અમે યુનિફોર્મ સિવિલ કોડ તરફ આગળ વધી રહ્યા છીએ. અંગે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આસામમાં મુસ્લિમ લગ્ન કે તલાકની નોંધણી થશે નહીં. તેણે વધુમાં કહ્યું કે, અમારી પાસે સ્પેશિયલ મેરેજ એક્ટ છે, તેથી અમે ઈચ્છીએ છીએ કે તે એક્ટ દ્વારા તમામ બાબતોનો ઉકેલ આવે. અડધી રાત્રિ બાદ મુખ્યમંત્રી સરમાએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, આસામ કેબિનેટે સદીઓ જૂના આસામ મુસ્લિમ વિવાહ અને તલાક નોંધણી અધિનિયમને નિરસ્ત કરવાનો મહત્ત્વનો નિર્ણય લીધો હતો. પગલું આસામમાં બાલવિવાહ રોકવાની દિશામાં અગત્યનું બની રહેશે. 

હવે મુસ્લિમ લગ્ન અને તલાકની નોંધણી જિલ્લા કમિશનર અને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવશે. જે લોકો છૂટાછેડા નોંધણી કાયદા હેઠળ કામ કરી રહ્યા હતા તેમને દૂર કરવામાં આવશે અને તેના બદલામાં દરેકને બે લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (અઈંઞઉિ)ના વડા મૌલાના બદરુદ્દીન અજમલે સરકારના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, બહુપત્નીત્વ માત્ર મુસ્લિમોમાં નથી, પરંતુ અન્ય સમુદાયોમાં પણ છે. માત્ર મુસ્લિમોને નિશાન બનાવવા યોગ્ય નથી.

રાજકીય પ્રવાહો
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.