• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

આજે ખેડૂતોનું સંમેલન : કાલે પૂતળાં દહન  

નવી દિલ્હી, તા.24 : ખેડૂત નેતાઓએ એલાન કર્યું કે પચીસ ફેબ્રુઆરી, રવિવારે ખનૌરી બોર્ડરે ડબલ્યુટીઓ (વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન) વિષય પર સંમેલન યોજીને ખેડૂતોને જાગૃત કરવામાં આવશે. 6મીએ દેશનાં દરેક ગામ અને શંભુ તથા ખિનૌરી બોર્ડરે ડબલ્યુટીઓનાં પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવશે. 27મીએ શંભુ અને ખનૌરી બોર્ડરે બન્ને ફોરમની રાષ્ટ્રીય સ્તરની બેઠક યોજાશે. 29મીએ આંદોલન અંગે ખેડૂતોનાં વલણ અંગે મોટો નિર્ણય લેવાશે તેવું જણાવાયું છે. 

આંદોલનકારી ખેડૂતોએ 29મી ફેબ્રુઆરી સુધી દિલ્હી કૂચ રોકી છે પરંતુ દરમિયાન તેઓ દિલ્હી સંલગ્ન સરહદોએ યથાવત્ રહેશે. આંદોલનના 12 દિવસમાં પાંચ ખેડૂતનાં મૃત્યુ થયાં છે જેમાં 21 વર્ષના મૃતક યુવા ખેડૂત શુભકરણ સિંહનાં સમ્માનમાં શનિવારે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી.

ખેડૂતોએ માગ કરી છે કે ખનૌરી સરહદે જીવ ગુમાવનાર શુભકરણ સિંહ માટે ન્યાય જોઈએ છે. મૃતકનું પોસ્ટમોર્ટમનો ઈનકાર કરીને ખેડૂતોએ તેને શહીદનો દરજ્જો આપવા, વળતર જાહેર કરવા અને હરિયાણા પોલીસ વિરુદ્ધ કેસ નોંધવા માગ કરી છે. પંજાબના ખેડૂતો શંભુ બોર્ડરે બેઠેલા છે. શુભકરણનાં મૃત્યુ અંગે ખેડૂતોમાં રોષ ભભૂકી રહ્યો છે.

રાજકીય પ્રવાહો
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.