• ગુરુવાર, 02 મે, 2024

ખેતવાડીમાં સૌથી ઊંચી શ્રીમૂર્તિ   

મુંબઈ, તા. 16 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના સહુથી 45 ફૂટ ઊંચા ગણપતિ દક્ષિણ મુંબઈમાં ખેતવાડીની 11મી ગલીમાં વખતે બિરાજવાના છે. ગલીમાં ગણેશોત્સવની શરૂઆત વર્ષ 1962માં થઈ હતી. ખેતવાડીના ગણપતિ `મુંબઈચા મહારાજા' તરીકે પણ ઓળખાય છે. ગણપતિ મંડળના પ્રમુખ હેમંત દીક્ષિત જણાવે છે કે, ગણપતિની વખતની મૂર્તિનો ઈન્દ્ર ભગવાન જેવો દેખાવ છે. તેમના એક હાથમાં વ્રજનું શસ્ર છે. અગાઉ ગણપતિની મૂર્તિનું કદ 25 ફૂટ હતું. ત્યારથી અમે તબક્કાવાર તે વધારવાની શરૂઆત કરી છે. વખતે અમે મહારાષ્ટ્રમાં સહુથી ઊંચી 45 ફૂટની મૂર્તિ લાવી રહ્યા છીએ. અમારે ત્યાં દર વર્ષ ગણપતિની મૂર્તિના દર્શન માટે લગભગ 20થી 22 લાખ ભક્તો ઊમટે છે. અમે ગણેશોત્સવની તૈયારી મહિના પહેલાંથી શરૂ કરીએ છીએ, એમ દીક્ષિતે ઉમેર્યું હતું