• મંગળવાર, 26 સપ્ટેમ્બર, 2023

બૉડીબૅગ કૌભાંડ પ્રકરણે અઠવાડિયામાં બીજીવાર કિશોરી પેડણેકરની પૂછપરછ  

મુંબઈ, તા. 16 : કોરોનાકાળ દરમિયાન બોડીબૅગ ખરીદી વખતે થયેલા કથિત કૌભાંડ પ્રકરણે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ મુંબઈની ભૂતપૂર્વ મેયર અને ઠાકરે જૂથની શિવસેનાના નેતા કિશોરી પેડણકર સામે ગુનો નોંધીને સતત ત્રીજીવાર પૂછપરછ કરવામાં આવી હતી. અઠવાડિયામાં બીજીવાર તેમને સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. કિશોરી પેડણેકર ઉપરાંત પાલિકાના બે વરિષ્ઠ અધિકારીઓ સામે સંબંધિત કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.