પુણે, તા. 14 (પીટીઆઈ) : પુણેના ખડક પોલીસ સ્ટેશનમાં એક કુરિયર કંપનીએ તેના 20 વર્ષના કર્મચારી વિશાલ સત્યપાલ ચૌહાણ સામે મુંબઈમાં રૂા. 28 લાખની કિંમતના સોનાના દાગીના પહોંચાડવા આપ્યા બાદ દાગીના સાથે પલાયન થવાની ફરિયાદ 30 અૉક્ટોબરે નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ આરોપીની સઘન તપાસ શરૂ કરતાં તે ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં હોવાની માહિતી મળી.....