• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

બીલ્ડર પાસે રૂા. બે કરોડ; બે ફ્લૅટની માગણી કરનારી મહિલાની ધરપકડ

આરોપી મહિલાએ રૂપિયા નહીં આપે તો ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 :  બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ પોલીસ સ્ટેશને બ્લેકમેલ અને ખંડણીના એક ચોંકાવનારા મામલામાં પ્રેરણા લોહાર નામની મહિલાની ધરપકડ કરી છે. આરોપી મહિલાએ પોતાના બિઝનેસમેન મિત્રને ખોટા બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપીને રૂા. બે કરોડ રૂપિયા રોકડા અને અંધેરીમાં બે ફ્લૅટની માંગણી કરી હોવાનો ગંભીર આરોપ છે. 29 વર્ષના ફરિયાદી ગોરેગામમાં રહી રિયલ એસ્ટેટનો.....