• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

હિન્દુ મરણ

ઔદીચ્ય ગોહિલવાડી બ્રાહ્મણ

સાંઢાના બાબુભાઈ નારણજી જોષી (ઉં. 93). તે સ્વ. તારાબેનના પતિ. પ્રતિભા, ભરત, ગિરીશના પિતા. પ્રીતિ (પ્રતિભા), સીમાના સસરા. સિદ્ધિ, નિષ્ઠાના દાદા 2જીને શુક્રવારે કૈલાસવાસ પામ્યા છે. પ્રાર્થનાસભા 5મીને સોમવારે સાંજે 4થી 6. ઠે.: સર્વોદય હોલ. વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એલ. ટી. રોડ, ડાયમંડ ટોકીઝ સામે, બોરીવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

શ્રીમાળી બ્રાહ્મણ

હેમંતકુમાર ઓઝા તે સ્વ. વિનોદરાય પોપટલાલ ઓઝા તથા સ્વ. મંજુલાબેનના પુત્ર. કેશવલાલ ઓઝા તથા મંજુલાબેનના જમાઈ. મીતાના પતિ. ઇશિતા ઓઝા ગાડા, રિશી ઓઝાના પિતા. ભરતભાઈ જયપ્રકાશભાઈ, સતીશભાઈના ભાઈ. 2જીએ અવસાન પામ્યા છે. સાદડી 5મીએ સાંજે 4થી 6. ઠે.: મનાલી વિલેજ કોમ્પલેક્સ, કાશીગાંવ, મસા ચા પાડા રોડ, કાશીમીરા, મીરારોડ (પૂ.).

 

સિમ્બર સમવાય ઔદીચ્ય બ્રાહ્મણ

મહુવાના કૌશિકભાઈ (ઉં. 51) 26મીને શનિવારે કૈલાશવાસ પામ્યા છે.  તે હેમાબેન અને જયંતકુમાર ભાનુશંકર મેહતાના પુત્ર. વૈશાલીના પતિ. સિયા, રેવાના પિતા. મેઘના અપૂર્વ મેહતાના ભાઈ. આરતીબેન અને મહેશભાઈ હરિલાલ મેહતાના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી લોહાણા

કચ્છ ગુહરના સ્વ. નાથીબાઈ રવજીભાઈ લીલાધરભાઈ તન્નાના પુત્ર અશ્વિનભાઈ (ઉં. 80). તે આશાબેનના પતિ. સ્વ. રામજીભાઈ રણછોડદાસ ડોડેચાના જમાઈ. મનીષભાઈ, રાકેશભાઈના પિતા. સ્વ. લક્ષ્મીકાંતભાઈ, સ્વ. ગિરીષભાઈ, વિનોદભાઈ, સુશીલાબેન છગનલાલ ચંદનના ભાઈ 2જીને શુક્રવારે રામશરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 4થીને રવિવારે 5થી 6.30. ઠે.: ગોપુરમ હોલ, ડૉ. આર. પી. રોડ, જ્ઞાનસરિતા સ્કુલની બાજુમાં, મુલુંડ (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી લોહાણા

અંજાર કચ્છના કિરીટભાઈ ઠક્કર (ઉં. 66) 2જીને શુક્રવારે અવસાન પામ્યા છે. તે સ્વ. મુકતાબેન અને સ્વ. કાનજીભાઈ નાનજીભાઈ  ઠક્કરના પુત્ર. મનિષાબેનના પતિ. કાર્તિક, સ્વ. કૃતિકના પિતા. રીટાબેન હરીશભાઈ ઠક્કર, સ્વ. નિતીનભાઈ, ભારતીબેન સંજયભાઈ જોબનપુત્રાના ભાઈ. સ્વ. જયાબેન તથા સ્વ. શંભુભાઈ નાગજીભાઈ સોમૈયાના જમાઈ. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.

 

લેઉવા પટેલ

મુંબઈના પ્રકાશભાઈ વસંતલાલ પટેલ (ઉં. 77) શનિવાર 3જીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સોનલબેનના પતિ. અનંત, તુલસીનાં પિતા. અનિકા, આદિત્યના સસરા. સ્વ. રાજેન્દ્રભાઈ અંસુબેન, નિલાબેનના ભાઈ. સ્વ. કૃષ્ણકાંતભાઈ, યતીનભાઈના સાળા. પ્રાર્થનાસભા સોમવાર, 5મીએ સાંજે 5થી 7. ઠે.: સોફિયા ભાભા ઓડિટોરિયમ, બ્રિચ કેન્ડી.

 

કચ્છી લોહાણા

નારાયણ સરોવરના સ્વ. કરસનદાસ રામદાસ ઠક્કરનાં પત્ની ગં.સ્વ. રમાબેન (ઉં. 88) 2જીએ રામશરણ પામ્યાં છે. તે સુંદરજી કાનજી તન્નાનાં પુત્રી. કિશોર, પ્રવીણ, પ્રીતિ વસંત કતીરા, દિપ્તીનાં માતા. સ્વ. કુસુમબેન, સરોજબેનનાં સાસુ. લક્ષ્મીબેન પ્રેમજીભાઈ, જેઠીબેન પ્રેમજીભાઈ, કસ્તુરબેન કરસનદાસ, મહાલક્ષ્મીબેન નારાયણજીનાં ભાભી. પ્રાર્થનાસભા સોમવાર 5મીએ સાંજે 5.30થી 7.  ઠે.: શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, આર.આર.ટી. રોડ, મુલુંડ (પ.).

 

સોરઠિયા બ્રહ્મક્ષત્રિય

જયંતિભાઈ હરગોવિંદદાસ છાટબાર (ઉં. 76) તે મનહરભાઈ અને કિશોરભાઈનાં ભાઈ. મંછાબેન, ગીતાબેનનાં દિયર. ચંદ્રિકા મનિષ ઠાકર, મીના (પ્રિયા) હિરેન જગડ, યોગિતા તેજસ વ્યાસ, હેતલ જીગર મહેતા, કલ્પેશ, નયન, રોનકનાં કાકા. રૂપલ, નિરાલીનાં કાકા-સસરા. સ્વ. નરોતમભાઈ વ્રજલાલ ઠાઠાગરનાં ભાણેજ. 2જીએ શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 4થીને રવિવારે સાંજે 4થી 6. ઠે.: નયન એઁમ. છાટબાર એ-606 એનએલ આર્યવ્રતા, એનએલ કોમ્પલેક્સ, દહિસર (પૂ.).

 

બગસરા મોચી

બગસરાના ભાયાણીના સ્વ. કસ્તુરબેન તથા જયાબેન નરસીદાસ ચૌહાણના દીકરા ધીરજલાલ (ઉં. 73) 23મીને બુધવારે રામચરણ પામ્યા છે. ભારતીબેનના પતિ. દિપકભાઈ, સ્વ. હિતેશભાઈ, વૈભવભાઈના પિતા. સ્વ. મંજુબેન, ઇન્દુબેન, કુન્દનબેન, ચંદ્રિકાબેન, સ્વ. કાંતિભાઈ, રમેશભાઈ, ભરતભાઈના ભાઈ. પરશોત્તમભાઈ, માધાભાઈ મકવાણાના જમાઈ.

 

ઝાલાવાડી સઈ સુથાર

મૂળીના હસુમતી પરમાર (ઉં. 82) 1લીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ઠાકરશીભાઈનાં પત્ની. તે સ્વ. જતનબેન રૂગનાથભાઈ ચૌહાણના દીકરી. ભરતભાઈ, નરેન્દ્રભાઈ, બિપીનભાઈ, નિકીતાબેન, અલ્પાબેનના માતા. મોનિકાબેન, ચેતનાબેન, મનીષાબેન, નરેન્દ્રકુમાર પાટડીયા, કેતનકુમાર સોલંકીનાં સાસુ. હેમાંગ, ગૌરાંગ, વૈભવ, તન્વી, યશ, ફેલિસી, દિવ્યા, ખુશ્બૂ, હિનલ, કેવલકુમાર, સાગર, પૂજા હિનાનાં દાદી-નાની. પ્રાર્થનાસભા 4થીને રવિવારે સાંજે 4થી 6. ઠે.: બાંગુર વિદ્યા ભવન, પ્લોટ નં. 9, સ્વામી અય્યપ્પા ટેમ્પલ માર્ગ, બાંગુર નગર, ગોરેગાંવ (પ.).

 

ઝાલાવાડી સઈ-સુતાર 

વાંકાનેરના નંદકિશોર (મનુભાઈ) જયંતીલાલ પરમાર (ઉં. 75) ગુરુવારે 1લીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. તે ભારતીબેનના પતિ. સ્વ. સુધીરભાઈ, કિરીટભાઈ, કુમુદબેન ચીમનલાલ સોલંકીના ભાઈ. રાકેશભાઈ, સચિનભાઈ, કોમલબેનના પિતા. અમિતકુમાર, પ્રીતીબેન, ભક્તિબેનના સસરા. કસ્તુરીબેન નારાયણદાસ પરમારના જમાઈ. પ્રાર્થનાસભા 4થીને રવિવારે સાંજે 4થી 6. ઠે. : કપોળ વાડી, ગીતા નગર, ફાટક રોડ, આકાર ટાવરની બાજુમાં, ભાયંદર (પ.).

 

કપોળ

ભાવનગરવાળા સ્વ. નટવરલાલ દ્વારકાદાસ મહેતાનાં પત્ની ગં. સ્વ. વિમળાબેન  (ઉં. 94) શનિવાર, 3જીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે ભરત, રાજેશ, નિલેશ, કોકિલા  મહેન્દ્રકુમાર શાયર, તૃપ્તિ ભરતકુમાર મહેતાનાં માતા.  હિના, આરતીનાં સાસુ. આકાશ, મીત, ખુશીનાં દાદી. સમીર, મિતેષ, જીતેન હેમાલી, અંકિતાનાં નાની. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

હિન્દુ

દિવાસાના રોહિતભાઈ (રાજુભાઈ) (ઉં. 75) શુક્રવાર, 2જીએ શ્રીજીચરણ પામ્યા છે. તે ઇન્દુબેનના પતિ. સ્વ. શાંતાબેન અને સ્વ. પ્રાગજી મુલજી વિઠલાણીના દીકરા. હિતેશ, અમિત, નિવૃત્તિ તુષાર કુમાર નાગ્રેચા, મોના હિરેન કુમાર સેજપાલના   પિતા. સ્વ. રંભાબેન અને સ્વ. તુલસીદાસ છગનલાલ સિરોદરિયાના જમાઈ. રોશની, ડોલીના સસરા. પ્રાર્થનાસભા સોમવાર, 5મીએ સાંજે 5થી 7. ઠે.: ચતવાણી બાગ, ગોખલે રોડ, પાર્લા (પૂ.).