• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

જૈન મરણ

કવીઓ જૈન

વાંકીના હંસા છેડા (ઉં. 54) 1લીએ અરિહંતશરણ પામ્યાં છે. તે મણીબેન મોરારજી કેશવજી છેડાના પુત્રવધૂ. નિલેશના પત્ની. ચાર્મી, સૌરભના માતા. સ્વ. લક્ષ્મીબેન કલ્યાણજી શીવજી મૈશેરીના પુત્રી. મયૂર, રમીલા કિરણ, તરલા જયેશ માવજી ગાલાના બહેન. પ્રાર્થના રાખી નથી. નિ.: નિલેશ મોરારજી છેડા, બી/104, ન્યુ આરાધના સોસાયટી, આનંદ નગર, વર્તક સ્કુલની બાજુમાં, વસઇ (પ.).

 

ભુજપુરના ચંપકલાલ દેઢીયા (ઉં. 86) 2જીએ અવસાન પામ્યા છે. તે કેસરબેન નરશી ધનાના પુત્ર. ભાનુના પતિ. જીતેન્દ્ર, કેતન, રાજુલના પિતા. કાનજી, કુંવરબાઈના ભાઈ. વેજબાઈ રામજીના જમાઈ. પ્રાર્થના રાખી નથી. ઠે.: કેતન દેઢીયા, 604, દિપ સમા સોસા., માવલી મંડળ, ચરઈ, થાણા.

 

ભુજપુરના પ્રભાવંતી છેડા (ઉં. 80) 1લીએ અવસાન પામ્યાં છે. તે ભોગીલાલના પત્ની. લાછબાઈ, કસ્તુર વીરજી હભુના પુત્રવધૂ. મણીબેન મેઘજીના પુત્રી. હરખચંદ, જીતેન્દ્ર, શાંતા મોરારજી, અરૂણા લક્ષ્મીચંદના બેન. ગુણાનુવાદ સભા રાખી નથી. નિ.: વિરલ છેડા, 304, લક્ષ્મી વિલા, જવાહરનગર, રોડ નં. 3, ગોરેગામ (પ.).

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

પચ્છેગામ (કંથારીયા)ના સલોત જગજીવનદાસ ગિરધરલાલના પુત્ર વીરેન્દ્રભાઈના પત્ની મૃદુલાબેન (ઉં. 74) 3જીએ અરિહંતશરણ પામ્યાં છે. તે શીરીન, તૃપ્તિ અંકિતકુમાર શાહના માતા. રિદ્ધિના સાસુ. જીતેન્દ્રભાઈ, ભૂપેન્દ્રભાઈ, વસંતભાઈ, નિર્મળબોધિ વિજયજી મ.સા.ના ભાભી. પિયર પક્ષે ધનસુખરાય રતનજી ગાંધીના દીકરી. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે. ઠે.: 1304, નીલયોગ મોનાર્ક, જૈન દેરાસરની સામે, પંતનગર, ઘાટકોપર (પૂ.).

 

કચ્છી ગુર્જર જૈન

કચ્છ ભુજના મનહરલાલ રાઘવજી ઝવેરી (ઉં.  78) ગુરુવાર, 1લીએ અરિહંતશરણ પામ્યા છે. તે સુલોચનાબેનના પતિ. સિદ્ધાર્થ, પૂર્વી મહેતાના પિતા. મિનલ ઝવેરી, રાજીવ મહેતાના સસરા. પ્રતિમાબેન અનિલભાઈ વોરા, સ્વ. નિતીનભાઈ રાઘવજી  ઝવેરી, સ્વ. લલિતભાઈ આણંદજી ઝવેરી, સ્વ. ભારતીબેન મહેન્દ્રભાઈ શાહના ભાઈ. સ્વ. સૂરજમણિબેન જગજીવનભાઈ મેહતાના જમાઈ. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે. ઠે.: 2, પ્રેમા વિલા, સેક્ટર-3, પ્લોટ નં. 5, શ્રી નગર, થાણે (પ.).

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

દામનગરના સ્વ. ચંપાબેન  મણીલાલ જસાણીના પુત્ર કિશોરભાઈ જસાણી (ઉં. 81). તે  સ્વ. ચારૂલતાબેનના પતિ. પ્રતીકના પિતા. સ્વ. ભરતભાઈ, જીતેન્દ્રભાઈ, વિજયભાઈના ભાઈ. સ્વ. અમૃતલાલ કાળીદાસ મેઘાણીના જમાઈ 30મીને બુધવારે  અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 4થીને રવિવારે બપોરે 3થી 5. ઠે.: પાવન ધામ, મહાવીર નગર, એમસીએ ગ્રાઉન્ડની બાજુમાં, સત્યા  નગર, કાંદીવલી (પ.).

 

વીસા શ્રીમાળી જૈન

ધોરાજીના સ્વ. મહેન્દ્રભાઈ પોપટલાલ વોરાનાં પત્ની પિયર પક્ષે સ્વ. છોટાલાલ હીરાચંદ ભણસાલીનાં દીકરી. ચંદ્રિકાબેન (ઉં. 81) 30મીને બુધવારે અરિહંતશરણ પામ્યાં છે. તે પ્રીતિ, તૃપ્તિ, નિલેષ, નિપુલના માતા. નયનકુમાર, હિતેષકુમાર, બીના, રાજુલનાં સાસુ. સ્વ. યશોમતીબેન ગોરધનદાસ વસાના ભાભી. ચક્ષુદાન કર્યું છે. લૌ. વ્ય. બંધ છે.

 

સ્થાનકવાસી જૈન

ધોરાજીના લાભુબેન દેસાઈ (ઉં. 101) 2જીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. કુવરજી કલ્યાણજી હેમાણીનાં પુત્રી. સ્વ. હિંમતલાલ નાથાલાલ દેસાઈનાં પત્ની. સ્વ. જ્યોતિભાઈ, સ્વ. હર્ષદભાઈ, નિલેશભાઈ, પરિન્દાબેન પ્રકાશભાઈ હપાણીનાં માતા. મીનાબેન, પ્રમિલાબેન, શિલ્પાબેનનાં સાસુ. ચાની પ્રશાંત શાહ, જીનલ વિનિત શાહ, સ્વેની ભાવિક શાહ, સિની અરિહંત જૈન, રિની, આશિષ અને મયૂરી, અમીશ, સુપ્રિયા, નીરવ, શ્રદ્ધા, પુરવ, કૃપાનાં દાદી. લૌ. વ્ય. બંધ છે તથા પ્રાર્થનાસભા રાખી નથી.

 

ઝાલાવાડી સ્થા વીસા શ્રીમાળી જૈન 

રાણપુરના સ્વ. મનસુખલાલ માણેકચંદ ગોપાણીના પુત્ર હસમુખભાઈ (ઉં. 87) 2જીએ અરિહંતશરણ પામ્યા છે. તે સુધાબેનના પતિ. જયંતીભાઈ, સ્વ. રસિકભાઈ, સ્વ. મનુભાઈ, સ્વ. સુશીલાબેન સવાઈલાલ વોરા, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈના ભાઈ. અલ્પેશ-વનિતા, નિલેશ-ગીતા, નીતા મયુરકુમાર, જયશ્રી જીતેનકુમાર, કિરણ પરેશકુમારના પિતા. સ્વ. મણિલાલ મોતીચંદ સંઘવીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી દેરાવાસી ઝાલાવાડી જૈન

વઢવાણના અરુણાબેન દિનેશચંદ્ર લક્ષ્મીચંદ મણિયારના પુત્ર હેમંતકુમાર (ઉં. 53) 3જીને શનિવારે અરિહંતશરણ પામ્યા છે. તે કિરણબેન સુભાષભાઈ શાહના જમાઈ. શલાકાબેનના પતિ. સાનિયા, સોહમના પિતા. શીતલબેન અપુર્વભાઈ શાહ, અમીષાબેન ભાવેશભાઈ ઝવેરી, અર્ચના - હાર્દિકભાઈના ભાઈ. પ્રાર્થના 4થીને રવિવારે 4થી પ. ઠે.: ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન, પીવીઆર જુહુની પાછળ, ઋતુંભરા કૉલેજ પાસે, જુહુ. લૌ. વ્ય. બંધ છે.