ભટ્ટમેવાડા બ્રાહ્મણ
મહાદેવગ્રામ-બાકરોલ જયાબેન ચંદ્રકાંત જોશી (ઉં. 83) 23મીએ શ્રી એકાલિંગજી શરણ પામ્યા છે. તે દર્શકભાઈ, મયંકભાઇ, જાગૃતિબેનના માતા. મેધાબેન, નિશાબેન, અંમરીશકુમારના સાસુ. તેજસ, વિવેક, સ્વ. હર્ષ, પાયલ, પલકના દાદી. યશવંતભાઇના બેન. પિયરપક્ષે સ્વ. વલ્લભરામ દુર્લભરામ વ્યાસ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 26મીએ રવિવારે સાંજે 5થી 7. ઠે.: વનિતા વિશ્રામ સભાગૃહ, 392, વલ્લભભાઈ પટેલ રોડ, મું.-4.
કપોળ
મહુવાવાળા સ્વ. ઈચ્છાબેન તથા સ્વ. હિંમતલાલ જગજીવનદાસ વોરાના પુત્ર અરુણભાઈ (ઉં 75) 25મીને શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે હર્ષાબેનના પતિ. સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. રમેશભાઈ, પ્રફુલભાઈ, સ્વ. ધર્મિષ્ઠાબેન હર્ષદરાય પારેખ, ગં.સ્વ. જોસનાબેન રજનીકાંત ચિતલીયાના ભાઈ. સ્વ. હેતલ રિતેશ મુનિ, હિરલ રાકેશ મહેતાના પિતા. સસુર પક્ષે હરગાવિંદદાસ છગનલાલ સંઘવીના જમાઈ. સર્વપક્ષીય પ્રાર્થનાસભા 26મીને રવિવારે 5થી 7. ઠે. : ભાયંદર કપોળવાડી ગીતા નગર.
હાલાઈ લોહાણા
બોરીવલીના રતિલાલ જોબનપુત્રા (ઉં. 88) 24મીને શુક્રવારે શ્રીજી ચરણ પામ્યા છે. તે સ્વ. જમનાદાસ જોબનપુત્રાના પુત્ર. ઉષાબેનના પતિ. હરિદાસ પોપટલાલ રાયઠઠ્ઠાના જમાઈ મનીષા, સચિન અને બીનાના પિતા. રામપ્રસાદ, અમૂલ, નિશાના સસરા. લૌ. વ્ય. બંધ છે.
કચ્છી લોહાણા
ટપ્પર સોનારવાળીના ગં.સ્વ. જોશી ગૌરીબેન પાંધી (ઉં. 91) 23મીએ સ્વર્ગવાસ પામ્યાં છે. તે સ્વ મહેન્દ્ર શિવદાસ માધવજી પાંધીનાં પત્ની. સ્વ. ભીમજી કરશનદાસ હરિયામણેકનાં પુત્રી. સ્વ. ભાનુબેન ભરત રાડિયા, વિજય, દિપક, રોહિણી શશીકુમાર વાડીકરનાં માતા. સ્વ. જેષ્ટારામ, સ્વ. વાસુદેવ, સ્વ. પરશુરામ, સ્વ. રમેશ, સ્વ. દિનેશ, સ્વ. સુભાષ, સ્વ. જયાબેન દયારામ રત્નેશ્વર, સ્વ. નાથીબેન ગૌરીશંકર જોષી, સ્વ. ધનલક્ષ્મીબેનનાં ભાભી. પદ્મા વિજય, ભરત ભાઈલાલ રાડિયા, શશીકુમાર વાડીકરના સાસુ. બંને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, 27મીએ સાંજે પથી 7. ઠે.: સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુન્ડ (પ.).
દશા શ્રીમાળી વૈષ્ણવ
સાંતાક્રુઝના અ.સૌ. ઇન્દુબેન શાહ (બચીબેન) રમણલાલ શાહ (ઉં. 90) તે આશિષ, ફાલ્ગુનીના માતા. સોનલ, પ્રકાશ કોટકના સાસુ. પરીતા, સ્મિત, પાર્થના નાની/દાદી. પ્રખર, હેલીના નાની સાસુ. સ્વ. જશોદાબેન પુરુષોત્તમદાસ કલકત્તાવાળાના દીકરી શનિવાર 25મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થના સભા 26મીએ સાંજે 5થી 7. ઠે.: રોટરી ક્લબ ઓફ બોમ્બે વેસ્ટ, જુહુ તારા રોડ, સાંતાક્રુઝ (પ.).
વિસલનગરા નાગર
સોજાના પ્રતિમાબેન પંડ્યા (ઉં. 77). તે રમેશભાઈનાં પત્ની. વિશાખા બોરે, શીતલ બુચનાં માતા. સ્વ. મનહરવદન ચીમનલાલ ભટ્ટનાં પુત્રી. નરાસિંહા બોરે, મૌલિક બુચનાં સાસુ. રેખા (અવની) હોરા, પ્રબોધ પંડ્યાનાં ભાભી 22મીને બુધવારે હાટકેશશરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે. ઠે.: 801, શાર્દુલ એપાર્ટમેન્ટ, ક્રોસ રોડ નંબર 1, અશોક નગર, કાંદિવલી (પૂ.).
હાલાઈ લોહાણા
જામસલાયા (બારા વાળા)ના કુંદા (કૃપા) મેહુલ ઠક્કર (બદીયાણી) (ઉં. 41). તે મીતા પ્રવીણભાઈ ઠક્કરનાં પુત્રવધૂ. કીર્તનનાં માતા. ચેતન, ચિત્રા સંદીપકુમાર મશરુનાં ભાભી. સુમન સુરેશ સાઠેનાં દીકરી. હેમંત, સ્વ. કિશોર, સુષમા, યમુના, મંદા, મંગલાનાં બહેન 24મીને શુક્રવારે શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.
હાલાઈ લોહાણા
બળેજના જેનીલ (ઉં. 52). તે હેમા રમેશ ઠકરારના પુત્રી. સ્વ. લીલાવતીબેન ગોકલદાસ ઠકરારના પૌત્રી. સ્વ. ચંદ્રાવલીબેન મનસુખલાલના દોહિત્રી. ડિંકી સુધીર સીમરિઆ, વિજલ આનંદ શર્માના બહેન. શુભમ, પ્રિશાના માસી શુક્રવાર, 24મીએ શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
દેસાઈ સઈ સુતાર
ભાવનગરના ગં.સ્વ. હીરાબેન તથા સ્વ. કરસનદાસ નારણભાઈ વાઘેલાના પુત્ર રમણીકભાઈ વાઘેલા (ઉં. 75) 22મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે સ્વ. દમયંતીબેનના પતિ. વિપુલ-શીતલ, નિલેશ-ઉમિતા, ડિમ્પલ રાજેશકુમાર ગોહિલના પિતા. ચુનીભાઈ, કનૈયાભાઈ, અમૃતલાલ, રમેશભાઈ, સવિતાબેન, ભાગ્યવંતીબેન, પ્રભાવતીબેનના ભાઈ. સાસરા પક્ષે સ્વ. મનસુખભાઈ મુળજીભાઈ ગોહેલના જમાઈ. પ્રાર્થનાસભા 27મીએ 4થી 6. ઠે.: બી-302, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્કાર કેન્દ્ર, તન્વી ડાયમોડા ઇન્ડસ્ટ્રીઅલ, પેટ્રોલ પંપ પાસે, દહિસર (પૂ.). લૌ. વ્ય. બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ લાઈજા મોટાના સ્વ. ગોદાવરીબેન વીરજી ભીમજી ચંદેના પુત્ર ધરમશીભાઈ (ઉં. 82). તે સ્વ. કસ્તુરબાઈ રામદાસ ખીમજી ઠક્કર (નાગરેચા)ના જમાઈ ગુરુવાર, 23મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે કૌશિકભાઈ, મોનિકા દેવાંશ રૂપારેલ, ભક્તિ સમીર પોપટના પિતા. અર્ચનાબેનના સસરા. પ્રતાપભાઈ, જગદીશભાઈ (મંગળભાઈ), સ્વ. નારાયણભાઈ, વિજયભાઈ, સ્વ. રાધાબેન દામોદર કારિયા, નિર્મળાબેન પ્રફુલકુમાર ગણાત્રા, પુષ્પાબેન મહેન્દ્રકુમાર સચદેના ભાઈ. પ્રાર્થનાસભા રવિવાર, 26મીએ સાંજે 5.30થી 7. ઠે: આર્ય નિવાસ ટ્રસ્ટ, વિકાસ સેન્ટર, 6ઠ્ઠે માળે, ઈન્ડસઈન્ડ બૅન્કની ઉપર, એન. એસ. રોડ, મુલુંડ (પ.). લૌ. વ્ય. બંધ છે.
પરજિયા પટ્ટણી સોની
મહુવાના ગુણવંતભાઈ ધકાન (ઉં. 82) 24મીને શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. તે દામોદરભાઈ રામજીભાઈ ધકાનના પુત્ર. બાબુભાઈ લક્ષ્મીદાસ સાગરના જમાઈ. સ્વ. ઈન્દુબેનના પતિ. સ્વ. જયશ્રીબેન સુનીલભાઈ જગડા, રૂપાબેન કિશોરભાઈ સતીકુવર, શૈલેષભાઈના પિતા. ગ્રીષ્મા, અભિજીત, ભવ્ય, દક્ષના દાદા. પ્રાર્થનાસભા 27મીએ 5થી 6. ઠે.: સોની વાડી, શિમ્પોલી રોડ, બોરીવલી (પ.).