રબાત, તા.9 : ઉત્તર આફ્રિકી દેશ મોરક્કોમાં ભયાનક ભૂકંપને કારણે સેંકડો ઇમારતો જમીનદોસ્ત થઈ છે. હાહાકાર વચ્ચે છેલ્લી સ્થિતિએ 1037 લોકોનાં મૃત્યુ થયાં છે અને 672 ઈજાગ્રસ્ત છે મૃત્યુઆંક વધવાની ભીતિ છે. મોરક્કો જિયોલોજિકલ સેન્ટરે ભૂકંપની તીવ્રતા 7.2 રહ્યાનું જાહેર કર્યું જ્યારે અમેરિકી જિયોલોજિકલ સર્વેએ તીવ્રતા 6.8 હોવાનું જણાવ્યું હતુ. મોરક્કોના ભૂકંપની અસર પોર્ટુગલ અને અલ્જીરિયા સુધી અનુભવાઈ હતી. મોરક્કોમાં યૂનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ જાહેર કરવામાં આવેલી સાઇટ અલ-ફના સ્કવાયરને નુકસાન થયું છે. અહીં એક મસ્જિદનો મિનાર તૂટી પડયો હતો.
મોરક્કોમાં અગાઉ 1960માં 5.8 અને 2004માં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં સેંકડો લોકોનાં મૃત્યુ થયાં હતાં. છેલ્લાં 120 વર્ષના આ સૌથી ભયાનક ભૂકંપની અસર પહાડી વિસ્તારોમાં વધુ થઈ છે. શુક્રવારની રાત મોરક્કોવાસીઓ માટે ભયાનક રહી.
ઉત્તર આફ્રિકામાં સામાન્ય રીતે ભૂકંપ ઓછા આવે છે. મોરક્કો સ્ટેટ ટેલીવિઝન અનુસાર મોડી રાત્રે ભૂકંપ આવ્યા બાદ સેંકડો ઈમારતો કાટમાળમાં બદલાઈ ગઈ છે. ભૂકંપના વીડિયો વાયરલ થયા છે જેમાં લોકો રસ્તા ઉપર ભાગતા જોવા મળે છે. ભૂકંપનું કેન્દ્ર એટલસ પર્વત પાસે ઇધિલ નામના ગામમાં જમીનની 18 કિમી ઊંડાઈએ હતું. જે ઐતિહાસિક મારાકેશ