• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

મુંબઈમાં આચાર્ય મહાશ્રમણનું ભવ્ય સ્વાગત

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 17 : મહાનગરમાં ચાર્તુમાસ કરવા આવેલા તેરાપંથ સમાજના આચાર્ય મહાશ્રમણના નાગરિક અભિનંદન કાર્યક્રમનું આયોજન ગોરેગાંવના નેસ્કો મેદાનમાં કરાયું હતું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, પાલકપ્રધાન મંગલપ્રભાત લોઢા વિશેષ અતિથિ તરીકે તેમ જ  જિતોના સુખરાજ નાહર, દિગંબર જૈન સમાજના કે સી જૈન, સાંસદ ગોપાલ શેટ્ટી, પૂર્વ પ્રધાન રાજ કે પુરોહિત, પૂર્વ વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા, વિધાનસભ્ય ગીતા જૈન સહિત અન્ય માન્યવરો હાજર રહ્યા હતા. 

પોતાના સંબોધનમાં આચાર્ય મહાશ્રમણે જણાવ્યું હતું કે તમે રૂપિયાથી ભૌતિક સુખ પ્રાપ્ત કરી શકો છો, પરંતુ આંતરિક સુખ માટે આધ્યાત્મિક વિકાસ જરૂરી છે. આ ચાર્તુમાસ દરમિયાન આધ્યાત્મિક ઉત્થાનનો લક્ષ્ય છે. આર્થિક, ભૌતિક, સામાજિક વિકાસ સાથે નૈતિકતાના વિકાસનો પ્રયાસ થવો જોઇએ. અહિંસા, સંયમ, તપ જીવનના સાચા ધર્મ છે. તેમણે નશામુકિત, સદ્ભાવના તથા નૈતિકતાનું પાલન કરવાનો સંદેશ આપ્યો હતો.