• બુધવાર, 22 માર્ચ, 2023
રિષભ પંતના ઘૂંટણના લીગામેન્ટની સર્જરી
|

મુંબઇની કોકિલાબેન અંબાણી હૉસ્પિટલમાં ડૉ. પારડીવાલાએ અૉપરેશન કર્યું

મુંબઇ, તા. 7 : ભારતીય ક્રિકેટ ટીમના યુવા અને સ્ટાર વિકેટકીપર-બેટસમેન ઋષભ પંતના ઘૂંટણની સર્જરી મુંબઇની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં ગઇકાલે થઇ છે. બીસીસીઆઇએ આ વાતની પુષ્ટિ કરી છે. બોર્ડે જણાવ્યું છે કે ઋષભ પંતના જમણા પગના ગોઠણના લીગામેન્ટની સર્જરી સફળતાપૂર્વક થઇ છે. હાલ તે મેડિલક ટીમની દેખરેખ હેઠળ છે. બીસીસીઆઇની મેડિકલ ટીમ અને ડો. દિનશા પાર્દીવાલાની સલાહ પર હવે પછીની તબીબી સારવાર થશે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે બુધવારે ઋષભ પંતને દેહરાદૂનથી એરલિફટ કરીને મુંબઇ લાવવામાં આવ્યો હતો.

ડો. દિનશા પાર્દીવાલા કોકિલાબેન અંબાણી હોસ્પિટલના સેંટર ફોર સ્પોર્ટસ મેડિસિનના ડાયરેક્ટર છે. તેમણે સચિન તેંડુલકર, યુવરાજસિંઘ, જસપ્રિત બુમરાહ, રવીન્દ્ર જાડેજા અને બીજા ઘણા ઓલિમ્પિક ખેલાડીઓની સફળ સર્જરી અને ઈલાજ કર્યાં છે. 

ઋષભ પંતને 30 ડિસેમ્બરે દિલ્હીથી ગૃહનગર રૂડકી જઇ રહ્યો હતો ત્યારે તેની કાર ઓવર સ્પીડને લીધે ડિવાઇડર સાથે ટકરાઇને પલટી મારી ગઇ હતી. બાદમાં કાર આગમાં ભસ્મીભૂત થઇ હતી. આ દરમિયાન પંત કાચ તોડીને બહાર નીકળવામાં સફળ રહ્યો હતો.

હેડલાઇન્સ