• બુધવાર, 22 માર્ચ, 2023
ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટ : શ્રીલંકા સામે ન્યૂ ઝીલૅન્ડની લડત  
|

પહેલી ઈનિંગ્સ 373 રન : શ્રીલંકાના ત્રીજા દિવસના અંત સુધીમાં 83 રન

ક્રાઈસ્ટચર્ચ, તા. 11 :   ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલા ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડે નબળી શરૂઆત કર્યા બાદ શ્રીલંકાને સારી એવી લડત આપી છે. ન્યુઝીલેન્ડે પહેલી ઈનિંગમાં 151રનમાં જ પાંચ વિકેટ ગુમાવ્યા બાદ 373 રન કર્યા છે. જેમાં ડેરિલ મિશેલના 102 રન બાદ મેટ હેનરીએ લડાયક ઈનિંગ રમી હતી. હેનરીએ માત્ર 75 બોલમાં 10 ચોગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી 72 રન કર્યા હતા. જેના પરિણામે કીવી ટીમને 18 રનની લીડ મળી હતી. બીજી ઈનિંગ માટે મેદાનમાં આવેલી શ્રીલંકાની ટીમે 81 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્રીજા દિવસના અંત સુધીમાં શ્રીલંકાની ટીમે 83 રન કરી લીધા હતા. જેમાં એન્જેલો મેથ્યુસ 20 રને અને પ્રભાત જયસૂર્યા 2 રને નોટઆઉટ રહ્યા હતા.

શ્રીલંકાની ટીમે પહેલી ઈનિંગમાં 355 રન કર્યા બાદ ન્યુઝીલેન્ડની શરૂઆત નબળી રહી હતી અને માત્ર 151 રનમાં જ પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. જેના પગલે કીવી ટીમ મુશ્કેલીમાં લાગી રહી હતી. જો કે ડેરિલ મિશેલ અને મેટ હેનરીની લડાયક ઈનિંગની મદદથી કીવી ટીમનો સ્કોર 373 રન સુધી પહોંચી શક્યો હતો. મિશેલે 193 બોલનો સામનો કરતા 6 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 102 રનની ઈનિંગ રમી હતી જ્યારે મેટ હેનરીએ તાબડતોડ 72 રન કર્યા હતા. આ માટે તેણે 75 બોલનો સામનો કર્યો હતો અને 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકારીને વનડે જેવી ઈનિંગ રમી હતી. જેના પરિણામે કીવી ટીમ મુશ્કેલીમાંથી બહાર નીકળી શકી હતી. બીજી તરફ શ્રીલંકાની ટીમે બીજી ઈનિંગમાં 81 રનના કુલ સ્કોરે 3 વિકેટ ગુમાવી દીધી હતી અને દિવસ પૂરો થવા સુધીમાં 83 રન કરી લીધા હતા.

હેડલાઇન્સ