ચોમાસું કેવું હશે? કેવું જશે? તેની ચર્ચા અને ચિંતા સૌને હોય છે. આમઆદમી અને ધરતી પુત્રોથી લઈને સરકાર સુધી સૌની નજર આકાશ ઉપર હોય છે. આશા વાદળ ઉપર હોય છે અને મેઘરાજાની મહેર કેવી હશે તેની આગાહી જ્યોતિષીઓથી લઈને વિજ્ઞાન આધારિત વેધશાળા દ્વારા થાય તેની રાહ જોવાય છે. સચોટ આગાહી કોણ કરી શકે છે? આ વખતે એવું પૂર્વાનુમાન હતું કે `અલ નિનો'ની અસરથી અલ્પવૃષ્ટિ હશે. ભારતમાં વર્ષોની સરેરાશથી ઘણો ઓછો વરસાદ થશે. 30મી જૂને આગાહી થઈ કે 38 ટકા ખાધ હશે પણ આ પછી જુલાઈના આરંભમાં દેશભરમાં વરસાદ થયા પછી ખાધ 15 ટકા રહેવાની ધારણા છે અને અૉક્ટોબર સુધીમાં આ ખાધ પુરાઈ જાય એવી આશા રાખીએ. અલબત્ત, અત્યાર સુધી ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મહેર કરી હોવા છતાં કચ્છમાં ખાધ રહી છે જે હવે પછી પુરાશે એવી ધારણા છે. મહારાષ્ટ્રમાં જૂન મહિનામાં 50 ટકા ખાધની ગણતરી હતી તે હવે પાંચ ટકા પુરાંત થઈ છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં વરસાદ થયા પછી સમસ્ત ભારતમાં ખાધ 40 ટકાથી ઘટીને 14 ટકા થઈ છે. હવે આગામી મહિનાઓમાં સાર્વત્રિક - દરેક રાજ્યમાં સારો વરસાદ થશે એવી ધારણા છે. આમ ચોમાસું મોડું શરૂ થયું હોવા છતાં હજુ `ચોમાસા'ના બે મહિના બાકી છે!
મુખ્ય પ્રશ્ન આગાહી
- પૂર્વાનુમાનનો છે. ખેતીપ્રધાન ભારતમાં ધરતીપુત્રોના અનુભવ અને કોઠાસૂઝથી ચોમાસાના
આગમનની આશા બંધાતી હતી. આજે પણ આવી રીતે આગાહી કરતા `અંબાલાલ' છે. જ્યોતિષીઓ પણ સચોટ
આગાહી કરી શકે છે. આ વર્ષે અલ્પવૃષ્ટિ અને દુષ્કાળની આશંકા `વાયરલ' થઈ હતી ત્યારે
`જન્મભૂમિ' પત્રોના કટાર લેખક અશ્વિનભાઈ રાવળે સચોટ આગાહી કરી હતી!
આ વર્ષે ચોમાસું કેવું
નીવડશે? `અલ નિનો'ના કારણે દુષ્કાળ પડશે? આ પ્રશ્ન ખેડૂતોને જ નહીં, ઉદ્યોગ-વ્યાપાર
અને આમઆદમીને પણ સતાવે છે. ચોમાસું નબળું જાય તો વ્યાપાર-ઉદ્યોગમાં માગ ઘટે અને મંદી
વધે. સૌથી વધુ ચિંતા સરકારને હોય છે, કારણ કે નબળા ચોમાસા અને દુષ્કાળનાં પરિણામે કેન્દ્રમાં
સરકારો બદલાઈ છે અને તેથી રાજકારણીઓના પગ ભલે ધરતી ઉપર હોય નહીં, નજર તો આકાશ ઉપર રહે
છે!
આબોહવાનું આ ચક્ર તો
આપણા હાથમાં રહ્યું નથી, પણ હવે કૃષિ વૈજ્ઞાનિકો દુષ્કાળ અને અતિશય તાપની અસર કેવી
રીતે ઘટાડવી અને પાક બચાવવો તેની વિશેષ ટેક્નૉલૉજી વિકસાવી રહ્યા છે.
આપણા લોકજ્યોતિષ શાસ્ત્રમાં
તો સૈકાઓથી આગાહી થતી આવી છે. પશુ-પક્ષીઓની બોલીથી માંડીને વાંસને ફૂલ આવે તે ઉપરથી
પણ ભાવિનો અણસાર આવી જાય છે. આપણે ત્યાં ભડલી વાક્યોથી લઈને મકરસંક્રાંતિના વાહનના
આધારે પણ ભવિષ્ય ભાખવામાં આવે છે. વૈજ્ઞાનિક રીતે ભારતમાં ચોમાસાની આગાહી ઈ.સ.
1886માં શરૂ થઈ હતી. આ પછી દુષ્કાળ, અતિવૃષ્ટિ - લીલો દુકાળ, દુષ્કાળગ્રસ્ત વિસ્તારો
વગેરેની વ્યાખ્યા-નિયમો બાંધવામાં આવ્યા. જ્યારે છેલ્લાં પચાસ વર્ષમાં સરેરાશ વરસાદનો
96 ટકાથી 104 ટકા વરસાદ થયો હોય તો તે નોર્મલ ગણાય.
છેલ્લાં કેટલાંક વર્ષોથી
ચોમાસાની આગાહીમાં `અલ નિનો' શબ્દ પ્રચલિત બન્યો છે. પ્રશાંત મહાસાગરની સપાટી ઉપર ઉષ્ણતામાન
ખૂબ વધી જાય ત્યારે એશિયા અને અૉસ્ટ્રેલિયામાં દુષ્કાળ પડે છે અને દક્ષિણ અમેરિકામાં
અતિવૃષ્ટિ અને પૂર આવે છે. દક્ષિણ અમેરિકાના માછીમારોએ જોયું કે ત્રણથી સાત વર્ષ પછી
નાતાલના સમયે જ આ ઉષ્ણતામાન વધે છે અને તેની અસર વરસાદ ઉપર પડે છે. નાતાલ-ક્રિસમસનો
ગાળો હોવાથી એમણે `અલ નિનો' નામ પાડયું. સ્પેનિશ ભાષામાં નાનો બાબો!
પણ કુદરતની ગત ન્યારી
છે! `અલ નિનો'ની અસર હોય ત્યારે ચોમાસું નોર્મલ જાય અને અલ નિનો હોય નહીં ત્યારે દુષ્કાળ
પડે એવું પણ બન્યું છે! ભારતમાં 1982, 1986, 1987, 2002, 2004 અને 2009માં દુષ્કાળ
હતા અને આ તમામ દુષ્કાળ `અલ નિનો'નાં વર્ષોમાં પડયા હતા. આમ છતાં 1994 અને 1997માં
ચોમાસું ખૂબ જ સારું - શ્રીકાર વરસાદ હતો. 2014માં ફરીથી `અલ નિનો' છતાં વર્ષ સારું
ગયું. બે ટકા વધુ વરસાદ થયો!
વરસાદની આગાહીના ચાર
તબક્કા છે. આગામી 24 કલાકની આગાહી, 72 કલાકની આગાહી પછી ચારથી દસ દિવસ સુધી અને માસિક
તથા મોસમની આગાહી થાય છે. આ વખતે શરૂઆતમાં નિરાશાવાદી આગાહી થઈ હતી અને તેની અસર ડાંગર-ચોખા,
સોયાબીન, ઘઉં, મકાઈ તથા પામ અૉઈલ ઉપર પડશે એવી ભીતિ હતી. પણ હવે છેલ્લા અહેવાલો અનુસાર
ચિંતાનું કારણ નથી. ચોમાસું સારું નીવડશે - જૂન મહિનામાં ઘઉં માટે લાભકારક હશે. `સ્કાયમેટ'
નામની ખાનગી સંસ્થા ઉપરાંત કાઉન્સિલ ફૉર સાયન્ટિફિક ઍન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચનું પણ
તારતમ્ય છે કે સારો વરસાદ થશે. અત્યાર સુધીની બધી જ આગાહી નકારાત્મક-નિરાશાસ્પદ હતી,
પણ હવે વાદળ બદલાયાં છે!
આપણા દેશમાં ભારતીય મોસમ-હવામાન
વિભાગ - ઈંખઉ અને ખાનગી ક્ષેત્રની કંપની જઊંઢખઊઝ મોસમ-હવામાનની આગાહી કરે છે પણ વરસાદની
ચોક્કસ-સચોટ આગાહી આસાન નથી. વર્ષ 1932થી 1988 સુધી ભારતીય મોસમ વિભાગે (ઈંખઉ) સમગ્ર
દેશ માટે વરસાદની આગાહી કરવાનું ટાળ્યું, બંધ કર્યું હતું! વરસાદની `ટકાવારી' વધઘટ
આસાન નહીં હોવાથી માત્ર `નોર્મલ - રાબેતા મુજબનો - અથવા નોર્મલથી ઓછો - એવી આગાહી કરવામાં
આવતી હતી. છેક 1988માં વિગતવાર આગાહી ફરીથી શરૂ થઈ. હવે મોસમ વિભાગની વેધશાળા વધુ સુસજ્જ
છે.
પ્રશાંત મહાસાગર ઉપરના
હવામાન - ઉષ્ણતામાનની અસર વર્ષાઋતુ ઉપર પડે છે એવું સંશોધન વર્ષ 1920માં થયું. તત્કાલીન
આઇએમડીના વડા બ્રિટિશ ગણિતશાત્રી - સર ગિલબર્ટ વૉકર હતા. મોનસૂનની આગાહી - વૈજ્ઞાનિક
ઢબે એમણે શરૂ કરી હતી. 1904થી 1924 સુધી તેઓ વેધશાળાના વડા હતા. મહાસાગરના તાપમાન ઉષ્ણતામાનમાં
ફેરફાર થતા હોવાની સમજ દક્ષિણ અમેરિકાના કિનારે પેરુ અને ઇકવેડોરના આદિવાસીઓને હતી
પણ છેક 1960માં અલ નિનો અને અલ નિનાની અસર નોંધાઈ! અને આ પછી પણ સચોટ આગાહી કરવા માટે
આઇએમડીએ ઘણી જહેમત કરી હતી.
ખાનગી ક્ષેત્રમાં `સ્કાયમેટ'
કંપનીએ હવામાન - ચોમાસાની આગાહી શરૂ કરી ત્યારથી ઈંખઉ અને જઊંઢખઊઝ વચ્ચે સચોટ આગાહી
કોની? તે ચર્ચા શરૂ થઈ. છેલ્લાં 13 વર્ષમાંથી સાત વર્ષ વરસાદની ખાધ - ઘટ આઇએમડી કરતાં
વધુ રહેવાની આગાહી કરી હતી.
પણ તાજેતરનાં વર્ષોમાં
સ્કાયમેટની આગાહી કાચી પડી હોવાનું જણાયું છે. જોકે 2013 અને 2014માં સચોટ આગાહી પછી
તેની પ્રતિષ્ઠા વધી છે!
વર્ષ 2023માં વરસાદની
ખાધ 94.6 ટકા હતી ત્યારે રશિયા - યુક્રેન લડાઈ અને અલ નિનોની અસર હતી. વિશ્વભરમાં અનાજની
અછત અને ભાવવધારા થયા હતા. આ વખતે વડા પ્રધાને અલ નિનોની અસર - આપણાં વિવિધ ક્ષેત્રો
ઉપર કેવી પડી શકે છે તેના અંદાજ પછી તેના પ્રતિકાર માટે જરૂરી પગલાં લેવાની સૂચના આપી
હતી. વિશેષકરીને જળસ્રોત અને ખાતર- વીજળીની માગને પહોંચી વળવાની વ્યવસ્થા હોવી જોઈએ.
જળવિદ્યુતની ખાધ કોલસા આધારિત થર્મલ પાવર સ્ટેશનો પૂરી કરશે. જોકે, હવે આવી `ઇમર્જન્સી'
નહીં આવે એવી આશા રાખીએ કારણ કે વેધશાળાના નિષ્ણાતોને વિશ્વાસ છે કે દેશભરમાં 90 ટકા
ચોમાસું સફળ થશે.
પશ્ચિમી દેશોમાં હવામાન
પલટાતું રહે છે તેથી જાહેર સ્થળોએ હવામાન - વરસાદની આગાહી - સાવધાન - સતત માહિતી આપતાં
હોર્ડિંગ હોય છે. હવે મહાનગર મુંબઈમાં પણ ભારે વરસાદની શક્યતા હોય ત્યારે સાવધાન સંદેશા
મોબાઇલ ઉપર આપવામાં આવે છે અને છતાં સંપૂર્ણ વાહનવ્યવહાર ખોરવાઈ જાય છે!
`સ્કાયમેટ' પાસે 10 ટોચના
હવામાન નિષ્ણાતો છે. મોટા ભાગના ઈન્ડિયન ઍરફોર્સમાંથી લીધા છે. 2500 વેધરસ્ટેશનોમાંથી
માહિતી મેળવીને વિશ્લેષણ કરવામાં આવે છે. ભારતીય હવામાન ખાતા અને સ્કાયમેટ વચ્ચે મોટો
ફરક એ છે કે `સ્કાયમેટ' સંખ્યાબંધ `મોડેલો'નો અભ્યાસ કરીને પછી અનુમાન તારવે છે, જ્યારે
ભારતીય હવામાન ખાતું માત્ર પોતાના `મોડેલ' ઉપર જ આધાર રાખે છે.
આ વર્ષના ચોમાસાને `અલ નિનો'નું ગ્રહણ લાગે તો પણ તેને પહોંચી વળવાની તૈયારી કેન્દ્ર સરકારે કરી છે. અનાજના ભંડાર ભર્યા છે, પણ કૃષિ ક્ષેત્રની ઔદ્યોગિક માગ ઘટે તો ઔદ્યોગિક મંદી વધુ ચાલે એવી ભીતિ છે. અઈં કૃત્રિમ બુદ્ધિમત્તાનો યુગ શરૂ થયો છે પણ કૃત્રિમ વરસાદના પ્રયોગ ઘણા થયા છે અને નિષ્ફળ ગયા છે!
આજે આપણી વેધશાળાઓએ ઘણી પ્રગતિ કરી છે છતાં લોકો મજાક કરે છે કે વરસાદની આગાહી હોય ત્યારે છત્રી સાથે રાખવાની જરૂર નથી અને વરસાદ નહીં પડે તેવી આગાહી હોય ત્યારે છત્રી જરૂર સાથે રાખવી! આ વર્ષે વરસાદ વધુ રહે. કેટલીક જગ્યાએ વધુ વરસાદથી પાકને નુકસાન થાય. વધુપડતી ગરમી કે વધુ વરસાદથી પાકને નુકસાન થતાં મોંઘવારી વધે. ધરતીકંપ થાય. વર્ષનો રાજા ગુરુ હોવાથી સર્વેત્ર સારું થાય. નેતા તથા પ્રજા સુખી થાય.
(જન્મભૂમિ - પંચાંગ)
વર્ષ 2026 સંવત 2082નું સંવત્સર ફળ