• સોમવાર, 12 ઑક્ટોબર, 2026

હિન્દુ મરણ

વડનગરા નાગર 

હેમાંગિનીબેન સતીશભાઈ મહેતા (ઉં. 87) 10મીને શનિવાર અવસાન પામ્યાં છે. તે નિશીથ, નિરંગનાં માતા. બીના, અલ્પાનાં સાસુ. વિશાલ, મિતાલીનાં દાદી. પ્રાર્થનાસભા રવિવાર, 11મીએ સાંજે 4થી 5.30. ઠે.: પાવનધામ, મહાવીર નગર, પાવનધામ રોડ, બી.સી.સી.આઈ ગ્રાંડની સામે, કાંદિવલી (પ.).

 

પોરેચા દશા મોઢ માંડલિયા વણિક 

પોરબંદરના સ્વ. જયાબેન હરિલાલ શાહના પુત્ર ધનસુખલાલ (ઉં. 89). તે સ્વ. જીવરાજ મહેતાના જમાઈ. મધુકાન્તાબેનના પતિ. હરીશ, સોનલ, દેવાંગ, મોનલના પિતા. નયના, પિયુષ, હેમાલી, મનીષના સસરા 8મીએ શ્રીજીશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

દેસાઈ સઈ સુતાર

ઠળીયાના અશોકભાઈ લાભુભાઈ રાઠોડનાં પત્ની કિરણબેન (ઉં. 56) 8મીને ગુરુવારે રામચરણ પામ્યાં છે. પરાગ, મોહિતનાં માતા. માધુરીનાં સાસુ. સ્વ. નિતીનભાઈ, સ્વ. સતીષભાઈ, ભાવનાબેન, ઇન્દુબેનનાં બહેન. બાબુભાઈ-ત્રિભોવનભાઈ સરવૈયાનાં દીકરી. પ્રાર્થનાસભા 12મીને સોમવારે સાંજે 4થી 6. ઠે.: લુહાર સુતારની વાડી, અંબાજી મંદિરની સામે કાર્ટર રોડ નં. 3, બોરીવલી (પૂ.).

 

ખંભાત દશાશ્રીમાળી વણિક

થાણાના રમીલાબેન મોદી (ઉં. 93) 9મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. દિલીપચંદ્ર હિંમતલાલ મોદીનાં પત્ની. જયેશભાઈ, પરેશભાઈ, બિજલભાઈનાં માતા. સ્વાતિબેન, સોનલબેન, સેજલબેનનાં સાસુ. જીગર, સ્નેહા, સ્વ. મિહિર, પૂજા, શ્રેયા, તન્મયનાં દાદી. સ્વ. માણેકબેન હીરાલાલ શાહનાં પુત્રી. રહે.: 803, મહેશ્વર નિકેતન, કોલબાડ રોડ, થાણે (પ.). પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.