• સોમવાર, 12 ઑક્ટોબર, 2026

જૈન મરણ

કવીઓ જૈન

ફરાદીના સુશીલાબેન ગાલા (ઉં. 70) 9મીએ અવસાન પામ્યાં છે. તે રતનબેન મોરારજી મુરજી ગાલાના પુત્રવધૂ. જીતેદ્રનાં પત્ની. કરિશ્મા, મેનકા, રાજનાં માતા. લક્ષ્મીબેન હીરજીનાં પુત્રી. સંધ્યા વિલેશનાં બેન. પ્રાર્થના રાખી નથી. ઠે. : જીતેદ્ર ગાલા 903- અજન્ટા એપાર્ટમેન્ટ, તિલક રોડ, સાન્તાક્રુઝ (પ.).

 

બાડાના અરૂણાબેન ગડા (ઉં. 73) 8મીએ અવસાન પામ્યાં છે. તે કેશરબેન કુંવરજી દેવરાજનાં પુત્રવધૂ. સ્વ. મણીલાલનાં પત્ની. સ્વ. ચેતન, તુષાર, મિલનનાં માતા. હાંસબાઈ ભવાનજી ધારશીનાં પુત્રી. શાંતિલાલ, ભારતી નવીન, સુંદરબેન સુંદરજી, તારાબેન પ્રેમજી, જયશ્રી શાંતિલાલ, રૂક્ષ્મણી નેમજી, કંચન લક્ષ્મીચંદનાં બહેન. પ્રાર્થના રાખી નથી. ઠે.: તુષાર ગડા, એ/03 સોનાલી એપાર્ટમેન્ટ, દગડી સ્કૂલની બાજુમાં, જુના મુંબઈ રસ્તા, ચરઈ, થાણા (પ.).

 

પુનડીના નરેદ્ર મોતા 

(ઉં. 82) 8મીએ અવસાન પામ્યા છે. તે માંકુબેન કરમશીના પુત્ર. સ્વ.નયનાના પતિ. નેહલ, કુણાલના પિતા. સાકરબેન હંસરાજ, દામજી, જયંતના ભાઈ. જયાબેન દલસુખલાલ ગાંધીના જમાઈ. પ્રા. કરસન લધુ નીસર હૉલ, દાદર (પ.). ટા. 4થી 5.30.

 

નાની તુંબડીના મણીબેન બૌવા (ઉં. 91) 8મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે વેજબાઈ હરશી બૌવાનાં પુત્રવધૂ. હેમરાજનાં પત્ની. રતનબેન વિજપાર વીરજી દેઢિયાનાં પુત્રી. સંસારપક્ષે પ.પૂ.સા.  નિર્મલગુણાશ્રીજી મ.સા., સા. જ્યોતિપ્રભાશ્રીજી મ.સા., નાનબાઈ જેવત ગંગર, સુંદરબેન ગાંગજી સાવલાનાં બહેન. પ્રાર્થના રાખી નથી. નિ.: ચંપકલાલ વલ્લભજી છેડા, ગામ નાના આસંબીયા, તા. માંડવી, કચ્છ.

 

કોટડા (રોહા)ના મમીબાઇ (દેઢિયા) ગઢેરા (ઉં. 103) 8મીએ અવસાન પામ્યાં છે. તે ખીમઇબાઇ લાલજી કાનજીનાં પુત્રવધૂ. કલ્યાણજીનાં પત્ની. કુંવરજી, ઝવેરચંદ, સુરેશ, પ્રદીપ, મણી (મીના), લક્ષ્મીનાં માતા. ધનબાઇ ખેરાજ જેઠાનાં પુત્રી. વેજબાઇ ગાંગજી, હીરબાઇ મેઘજી, લીલબાઇ શામજી, આશબાઇ લીલાધર, હીરજી ખેરાજનાં બેન. પ્રા. શ્રી સુમતિનાથ ભગવાન જૈન દેરાસર, પ્લોટ નં. 5-6 બી, કીંગ સર્કલ. ટા. 3થી 4.30. 

 

નવાવાસના ડૉ. કિશોર ધનજી શાહ/વિસરીયા (ઉં. 69) 8મીએ અવસાન પામ્યા છે. તે પાનબાઈ ધનજી રામજીના પુત્ર. કલ્પનાના પતિ. નીરવ, અદિતીના પિતા. ચંદ્રવદન, ભુપેદ્રના ભાઈ. જયાબેન હંસરાજ ખીમજી મામણીયાના જમાઈ. પ્રા : આજે ટા. 4 થી 5.30. ઠે. શ્રી સુમતિનાથ જિનાલય, (પાંચમે માળે), ગુજરાતી ક્લબની બાજુમાં, માટુંગા-સે.રે.

 

વાંઢ (ગજપુરિ)ના હરખચંદ નંદુ (ઉં.74) 8મીએ અવસાન પામ્યા છે. તે કાનબાઈ રવજી નંદુના પુત્ર. નયનાબેનના પતિ. હેમલ, દિપેન, અમિતાના પિતા. ધનજી, કંકુબાઈ, ભાનુબેન, પૂરબાઈના ભાઈ. મમ્મીબાઈ શામજી કુંવરજી નંદુ (ગાભુશેઠ)ના જમાઈ. પ્રાર્થના રાખી નથી. ઠે.: દિપેન નંદુ, 604/ આશા ગાર્ડન, સુભાષ રોડ, ડોમ્બિવલી (પ.).

 

કાળધર્મ

કચ્છ આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંપ્રદાયનાં  વિરમણીબાઇ મહાસતીજી (ઉં. 86) (દીક્ષા પર્યાય 58 વર્ષ) કચ્છ ભુજ ઉપાશ્રયમાં દેવલોક પામ્યાં છે. આચાર્ય દેવજી સ્વામીની પરંપરાએ આ.રાષ્ટ્રસંત છોટાલાલજી મ.સા. અને મણીબાઇ મહાસતીજી (કચ્છ ટોડાવાલા)નાં શિષ્યા. આ. નવીનચંદ્રજી મ.સા.નાં આજ્ઞાનુવર્તી હતાં. કચ્છ - વાંકીનાં લાખણીબાઈ અને નાનજી હીરા છેડાનાં સંસારપક્ષે પુત્રી.

 

પાટણ વીસા શ્રીમાળી જૈન 

પાટણના હિંમતલાલ પોપટલાલ શાહના પુત્ર પ્રદીપભાઈ (ઉં. 82). તે સ્વ. ઉષાબેનના પતિ. નિલેશ, સેજલ મોનાના પિતા. હેમા, આશિષકુમાર, આશિષકુમારના સસરા. સ્વ. નેમચંદ છોટાલાલ પટવાના જમાઈ 8મીએ સ્વર્ગવાસ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

દશા સ્થા. જૈન 

બાલંભાના કિશોરભાઈ પ્રભુલાલ મહેતા (ઉં. 84). તે સ્વ.નીલાબેનના પતિ. આશિષ-જીજ્ઞા, કામિની-પરેશ ભાયાણી, ડિમ્પલ-અલ્પાના પિતા. સ્વ. નિરંજનભાઈ, રમેશભાઈ, બિપીનભાઈ, હર્ષદાબેન, પારૂલબેન, શીલાબેન અરુણાબેનના ભાઈ. જીનાલી, પૂજા, હેના, જઇનાના દાદા. સ્વ. રમીલાબેન અમૃતલાલ મહેતાના જમાઈ 9મીએ અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

ગઢડા (સ્વામી)ના સ્વ. જયાબેન રમણીકલાલ શાહના પુત્ર રાજુભાઈનાં પત્ની આશાબેન (ઉં. 71) 9મીને શુક્રવારે અરિહંતશરણ પામ્યાં છે. તે લીખીતા, જીનલ, પારસનાં માતા. વર્ષાબેન શૈલેષભાઈ, સ્વ. સુરેખાબેન હર્ષદભાઈ વધાની, સ્વ. સ્મીતાબેન કિશોરભાઈનાં ભાભી. પિયર પક્ષે સ્વ. સવિતાબેન જેઠાલાલ તુરખીયાનાં પુત્રી. પ્રાર્થનાસભા 11મીને રવિવારે બપોરે 3થી 5. ઠે.: મહારાષ્ટ્ર સેવા સંઘ હૉલ, અપના બજાર નહેરુ રોડ, ગગગગમુલુંડ (પ.).

 

ઝાલાવાડી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન

હળવદના સ્વ. કાન્તિભાઈ તથા સ્વ. પુષ્પાબેનના પુત્ર અલ્પેશભાઈ (ઉં. 59) 10મીને અરિહંતશરણ પામ્યા છે. તે બીજલના પતિ. જયના પિતા. દિશાના સસરા. સ્વ. બીપીનચંદ્ર અને દક્ષાબેનના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

ભક્ત પાટીદાર

ગોરેગાંવના ગં.સ્વ. શાંતિબેન ભક્ત (ઉં. 83) 9મીને શુક્રવારે અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. ઠાકોરભાઈ ભક્તનાં પત્ની. સ્વ. દુધીબેન ગોપાળભાઈનાં પુત્રી. સ્વ. ડાહીબેન ગોકળભાઈનાં પુત્રવધૂ. જાગૃતિ, નીતા, ધારીત્રી, સ્વ. મીતુલનાં માતા. પ્રજેશ, રાકેશ, વીરેન્દ્ર, અલ્પેશનાં સાસુ. શિવાંગ, નિશાંત, નિલન, રેયના, ઓમ, શુભ, અમન, ભૂમિનાં નાની. લક્ષ્મીબેન, હીરાલાલભાઈ, કુસુમબેન, સોમીબેન, રાજુભાઈનાં બહેન. રહે. : ફ્લેટ નં. 1101, પ્લોટ નં. 144, શુભ ભક્તા ટાવર, જવાહર નગર, રોડ નં. 10, ગોરેગાંવ (પ.). લૌ. વ્ય. બંધ છે.