• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

અમેરિકી જૅટ કંપની ભારતમાં કારખાનું ખોલવા તૈયાર

મોદીના પ્રવાસમાં યોજનાને મંજૂરીની સંભાવના

નવી દિલ્હી, તા. 3 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની યાત્રા દરમિયાન જનરલ ઇલેક્ટ્રિકના ભારતમાં જેટ એન્જિનનાં કારખાના સ્થાપિત કરવાના પ્રસ્તાવને મંજૂરી મળવાની સંભાવના છે. આ પહેલા અમેરિકા આ મુદ્દે સૈદ્ધાંતિક સહમતી બતાવી ચૂક્યું છે. જો કે તેના માટે જરૂરી પ્રક્રિયા હજી સુધી પૂરી થઈ નથી. અમેરિકી સરકારની મંજૂરી વિના અમેરિકી રક્ષા કંપનીઓ દેશની બહાર સંયુક્ત ઉપક્રમ બનાવી શકતી નથી.  ભારત પોતાનાં હળવાં યુદ્ધ વિમાનમાં જેઈ પાસેથી ખરીદવામાં આવેલા એન્જિનોનો ઉપયોગ કરે છે. આગામી 10-15 વર્ષમાં ભારત નવી પેઢીના 400 યુદ્ધ વિમાન તૈયાર કરવાની યોજના બનાવી ચૂક્યું છે. આ માટે ભારતની કોશિશ છે કે જીઈ અને એચએએલ વચ્ચે સંયુક્ત ઉપક્રમ સ્થાપિત કરવામાં આવે. જેનાથી વિમાનના એન્જિન દેશમાં જ તૈયાર થશે અને પડતરમાં ઘટાડો આવશે. આ ઉપરાંત દેશમાં રોજગારીનું પણ સર્જન થશે. સૂત્રોના માનવા પ્રમાણે 22મી જૂને બાઇડન પ્રશાસન જેઈ અને એચએએલ વચ્ચે સંયુક્ત ઉપક્રમ બનાવવાની યોજનાને મંજૂરી આપી શકે છે.